Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગુજરાતમાં રૂા.૧૩૭૩ કરોડના ખર્ચે ૧૪ નવા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો બનશેઃ ૭નું કામ પ્રગતિમાં

રાજયસભામાં નરહરિ અમીનને નીતિન ગડકરીનો જવાબ :બગસરા-ધારી, પોરબંદર, ભાણવડ, અમરેલી-જસદણ, રાણાવાવ-ભાણવડ વગેરે રોડનો સમાવેશ

રાજકોટ તા. ર૧ : શ્રી નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજસભા), દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મંજુર થયેલ નવા રાષ્‍ટ્રીય ધોરી માર્ગો અંગે પ્રશ્‍ન પુછવામાં આવતા  માર્ગ વાહન વ્‍યવહાર અને હાઇવે મંત્રી નીતીન જયરામ ગડકરી દ્વારા જવાબ આપવામાં આવ્‍યો કે, છેલ્લા પાંચ વર્ષ દરમ્‍યાન ગુજરાતમાં કુલ ૧૪ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો મંજુર કરવામાં આવ્‍યા છે.

જેમાં નેશનલ હાઇવે નં. ૯ર૭ સી નેશનલ હાઇવે ર૭-ચિત્રોડથી રાપરને જોડતો ધોળાવીરા સુધીનો માર્ગ નેશનલ હાઇવે ૩પ૧-જી. નાગેશ્રી ખાંભા, અમરેલી, જસદણ થી ચોટીલા સુધી નેશનલ હાઇવે નં. ૧પ૧ કે પોરબંદરથી ભાણવડ, જામજોધપુરથી કાલાવડ સુધી નેશનલ હાઇવે નં.૧પ૧ એ.ડી. ખંભાળિયાથી અડવાના થઇ પોરબંદર સુધી નેશનલ હાઇવે નં. ૯ર૭ કે રાણાવાવથી ભાણવડ-ખંભાળિયા સુધી વગેરે માર્ગોનો સમાવેશ થાય છે.

તેઓએ જણાવ્‍યું કે, આ નવા મંજુર થયેલ ૧૪ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પૈકી ૧૩૭૩.૦૬ કરોડના ખર્ચે ૭ ધોરીમાર્ગો પર કામો શરૂ કરવામાં આવ્‍યું છે જે પ્રગિત હેઠળ છે.

(1:05 pm IST)