Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અમદાવાદ ખાતેના ભારત-ઓસ્ટ્રેલીયા ટેસ્ટ મેચમાં ખાલીસ્તાની ઝંડો ફરકાવવાનો પ્લાન ઘડાયેલ

ઓડીયો કલીપ દ્વારા ધમકી આપવાના કેસમાં પકડાયેલ આરોપીઓની પુછપરછમાં ધડાકો

અમદાવાદ,તા.૨૧: ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા ખાલિસ્તાની દ્વારા ઓડિયો કિલપ દ્વારા ધમકી આપવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ક્રિકેટ મેચ દરમિયાન ખલેલ પહોંચાડવાના કાવતરા બદલ સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલા આરોપીઓ વિરૃદ્ઘ UAPA અંતર્ગત કાર્યવાહી કરી છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે. સૂત્રોનું માનીએ તો, ક્રિકેટ મેચ પહેલા સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો કારસો રચાયો હતો અને મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડો લહેરાવવાનાં ફિરાકમાં ખાલિસ્તાની આતંકીઓ હતા.

'શીખ ફોર જસ્ટીસ'નામની ખાલિસ્તાની ચળવળનાં ભાગરૃપે રચાયેલા કાવતરા હેઠળ, ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુંનાં અવાજમાં અનેક લોકોને ફોન કરાયા હતા. આરોપીઓએ દેશ વિરોધી પ્રવૃત્ત્િ।ઓ માટે વિદેશી ફંડિંગનો ઉપયોગ કર્યો હોવાની તપાસ એજન્સીઓને આશંકા, મહત્વપૂર્ણ છે કે અગાઉની ઘટનાના તાર બાંગ્લાદેશ સુધી જોડાયા હતા અને સમગ્ર કેસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન કનેકશન પણ સામે આવ્યું છે. આરોપીઓએ દેશમાં આતંક ફેલાવવા માટે વિદેશી હૂંડિયામણનો ઉપયોગ કર્યો હોવાની તપાસ એજન્સીઓને શંકા છે. આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતા બંનેને મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે.

ખાલિસ્તાની આતંકીઓ દ્વારા ધમકી આપવાના મુદ્દે અનેક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. ખાલિસ્તાનીઓના ધમકીના મેસેજ મોકલવા દેશમાં ૧૦૦થી વધુ સિમબોકસ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં જે સિમબોકસથી ધમકી અપાઈ હતી. તે બંને સિમ બોકસના ઓપરેટરની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 'વારીસ પંજાબ દે'નો વડો અમૃતપાલ દુબઈથી ફરી ભારત આવ્યો ત્યારથી આ સિમબોકસ એકિટવ થયા હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાનીઓ પ્રતિષ્ઠિત વ્યકિતઓને ધમકીના કોલ્સ કરી ડરાવતા હતા. આતંકી સંગઠન દુબઈમાં ખાલિસ્તાની સમર્થકોને સિમ બોકસ ઓપરેટની ટ્રેનિંગ અને તેને લગતો તમામ સામાન આપતા હતા.

(3:55 pm IST)