Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નેકસોન ઈવી દ્વારા ‘ફાસ્‍ટેસ્‍ટ' કેટુકે ડ્રાઈવ માટે ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્‍થાન

૪ દિવસમાં ૪૦૦૩ કિ.મી. ડ્રાઈવ પૂર્ણ કરી

(કેતન ખત્રી), અમદાવાદઃ  દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્‍પાદક અને ભારતમાં ઈવી ક્રાંતિમાં આગેવાન ટાટા મોટર્સે ગર્વપૂર્વક જાહેર કર્યું કે ભારતની સૌથી વિશ્વસનીય અને ડ્રિવન ઈવી નેકસોન ઈવીએ ફાસ્‍ટેસ્‍ટ' કાશ્‍મીરથી કન્‍યાકુમારી ડ્રાઈવ આવરીને ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સફળતાથી સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે.ભારતના નંબર એક ઈલેક્‍ટ્રિક વેહિકલ ધ નેક્‍સોન ઈવીએ ફકત ૯૫ કલાક અને ૪૬ મિનિટ (૪ દિવસમાં) ૪૦૦૩ કિમીની ડ્રાઈવ પૂર્ણ કરીને બહુશહેરી સફર કરવાની તેની ક્ષમતા સફળતાથી સિદ્ધ કરી છે. ઉપરાંત આ નોન- સ્‍ટોપ ડ્રાઈવ ભારતીય હાઈવે પર મોજૂદ બહેતર અવિરત પબ્‍લિક ર્ચાજિંગ નેટવર્કને કારણે શકય બની હતી.

સફર દરમિયાન ફાસ્‍ટ ર્ચાજિંગ માટે ફક્‍ત ૨૧ સ્‍ટોપમાં કુલ ૨૮ કલાક વિતાવીને નેક્‍સોન ઈવીએ કુલ સફર પૂર્ણ કરવામાં સમય બચાવવા સાથે આઈસ વેહિકલની તુલનામાં ખર્ચ પણ નોંધપાત્ર  પ્રમાણમાં બચાવ્‍યો છે.ડ્રાઈવ દરમિયાન નેક્‍સોન ઈવી પડકારજનક માર્ગો અને અત્‍યંત તીવ્ર હવામાન વચ્‍ચે કોઈ પણ અન્‍ય કારની જેમ જ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં ૩૦૦ૅ કિમીની સરેરાશ અસલ વિશ્વની રેન્‍જ આસાનીથી મળી હતી. નેકસોન ઈવી  ઈવી દ્વારા ફાસ્‍ટેસ્‍ટ' K2K ડ્રાઈવ ઉપરાંત નેક્‍સોન ઈવીએ ૨૩ વધારાના રેકોર્ડસ નોંધાવ્‍યા છે.(૩૦.૧૦)

 

કિરણ પટેલનો મુદ્દો ગૃહમાં ઉઠાવતા શૈલેષ પરમાર : ઝેડ પ્‍લસ સુવિધા ભોગવી ત્‍યાં સુધી પોલીસે શું કર્યુ ?

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૧ : આજે ગૃહમાં ગૃહ વિભાગની માંગણી પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના શૈલેષ પરમારે કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાતનો કિરણ પટેલનો મુદ્દો વિગતવાર વર્ણવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના પોલીસ તંત્રમાં ૧બી ઉપર પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે, ઘણાં લાંબા સમય સુધી અને પીએમઓ સુધી ભરપૂર દુરઉપયોગ કર્યો એટલું જ નહિ ઝેડ પ્‍લસ સિકયુરીટી સાથે ફર્યો ત્‍યાં સુધી આ પોલિસ તંત્ર એ શું કર્યું.

આ ઉપરાંત કાયદો વ્‍યવસ્‍થાની બાબત પર બોલતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં દારૂ વેંચાય છે જે અન્‍ય રાજ્‍યો કરતા વધારે પ્રમાણ થઇ રહ્યું છે. એટલું જ નહિ હવે તો મહિલાઓ પણ દારૂ અને ડ્રગ્‍સનો ઉપયોગ કરી રહી છે. આવી પરિસ્‍થિતિમાં સરકાર ખોટા વખાણો કરે છે.

ધારાસભ્‍ય તરીકે મે લેખિત ધ્‍યાન પોલિસ તંત્રનું દોર્યુ છે પરંતુ આજ સુધી મને કોઇ જવાબ મળ્‍યો નથી જો ધારાસભ્‍ય તરીકે મને જવાબ ન મળે તો સામાન્‍ય નાગરિકોનું શું થાય ? તેમ શૈલેષ પરમારે પૂછયું હતું.

(4:31 pm IST)