Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગ્રેટર નોઈડાના ઈન્‍ડિયા એકસ્‍પો સેન્‍ટરમાં ૨૩ થી ૨૫ માર્ચ વોટર એકસ્‍પો-૨૦૨૩

(કેતન ખત્રી), અમદાવાદઃ વોટર પ્‍યુરીફિકેશન એન્‍ડ ટ્રીટમેન્‍ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ૨૩ થી ૨૫ માર્ચ દરમિયાન WAPTAG વોટર એક્‍સ્‍પો-૨૦૨૩નું આયોજન ગ્રેટર નોઈડાના ઈન્‍ડિયા એકસ્‍પો સેન્‍ટર ખાતે કરવામાં આવ્‍યું છે. આ ત્રણ દિવસીય એકસ્‍પોમાં વોટર અને વેસ્‍ટ વોટર મેનેજમેન્‍ટ ક્ષેત્રે નવીનતમ વૈશ્વિક તકનીકોનું પ્રદર્શન કરશે.

આ અંગે WAPTAGના પ્રમુખ શ્રી અસિત દોશીએ કહ્યું કે, આ વોટર સમગ્ર ઉદ્યોગને એક પ્‍લેટફોર્મ પર લાવશે . વોટર અને વેસ્‍ટ વોટર મેનેજમેન્‍ટના ક્ષેત્રની નવીનતમ તકનીકોનું પ્રદર્શનવાળા સ્‍થળ, પ્રદર્શકો, પ્રોફાઇલ્‍સ અને વ્‍યાપક ઉદ્યોગ સેગમેન્‍ટના સંદર્ભમાં આ પ્રદર્શન સૌથી મોટું અને સૌથી વધુ સમાવેશ હશે.

(4:35 pm IST)