Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ટ્રીટોન ઈલેકટ્રીક ટ્રકનું ઉદ્‌ઘાટન

(કેતન ખત્રી), અમદાવાદઃ ઈલેક્‍ટ્રીક વેહીકલ્‍સ, સ્‍માર્ટ મોબિલિટી અને ક્‍લિન ટેક બેઝ્‍ડ સ્‍માર્ટ મોબિલિટી કંપની, ટ્રીટોન ઈલેક્‍ટ્રીક વેહીકલ ઈન્‍ડિયા પ્રા. લિ.એ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ ઈલેક્‍ટ્રીક ટ્રકનું ઉદઘાટન કર્યું છે. મેક ઈન ઈન્‍ડિયા'  ટ્રકને ગુજરાતમાં ખેડા સ્‍થિત ટ્રિટોન ઈવીની આરએન્‍ડડી સેન્‍ટર ખાતે વિશેષ મિડિયા શોકેસિંગમાં લોંચ કરવામાં આવી હતી.ટ્રિટોન ઈલેક્‍ટ્રીક ટ્રક પ્રથમવાર પસંદગીના મિડિયા શોકેસિંગ માટે રજૂ કરવામાં આવી હતી. ટ્રીટોન ઈલેક્‍ટ્રીક ટ્રક માટે સ્‍ટાઈલ, સિકયૂરિટી અને એફિશ્‍યન્‍સી ટોચની હાઈલાઈટ્‍સ બની રહી હતી.

વ્‍ચ્‍સ્‍ના સ્‍થાપક અને એમડી હિમાંશુ પટેલના જણાવ્‍યા મુજબ,અમે ટ્રિટોન ઈલેક્‍ટ્રીક ટ્રકનું ઉદઘાટન કરતાં ઉત્‍સાહ સાથે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આ ટ્રક મેક ઈન ઈન્‍ડિયા' અને મેડ ફોર ધ વર્લ્‍ડ'નું ઉમદા દ્રષ્ટાંત છે. આ ઈલેક્‍ટ્રીક ટ્રકને વિકસાવતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્‍યાનમાં રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે

(4:36 pm IST)