Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

‘‘ટોબેકો મુકત ગુજરાત-કેન્‍સર મુકત ગુજરાત'' ચળવળનો વ્‍યાપક પ્રતિસાદ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ર૧: ગુજરાતની પ્રજાના જનહિત માટે સામાજિક કાર્યકર રોહિતભાઇ પટેલ અને તેમની ટીમએ ગુજરાતની જનતાના હિતમાં ટોબેકો તથા તેમાંથી બનતી દરેક વસ્‍તુ ગુજરાત રાજયમાં વેચાણ તથા ઉત્‍પાદન બંધ કરી કેન્‍સર તેમજ બીજા અન્‍ય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવા એક ચળવળ શરૂ કરેલ છે.

આરોગ્‍ય મંત્રીશ્રીને રૂબરૂ મળી આવેદન આપેલ કેન્‍દ્ર સરકારમાં પ્રધાનમંત્રી શ્રી, ગૃહમંત્રીશ્રી, તેમજ આરોગ્‍યમંત્રીશ્રીને આવેદન પત્ર મોકલાવેલ છે. સાથે સાથે ગુજરાત રાજયના તમામ ધારાસભ્‍યો શ્રીને પત્ર લખી આ યજ્ઞારૂપી ચળવળમાં જોડાવવા તેમજ આશીર્વાદ માગતા પત્રો મોકલવેલ છે. આ ચળવળમાં ગુજરાતના ધર્મ સમાજના ધર્મગુરૂ, ડોકટરો, વકીલશ્રીઓ, NGO તેમજ સામાજિક તથા શૈક્ષણિક સંસ્‍થાઓનો તેમજ ગુજરાતની જનતાનો વ્‍યાપક પ્રતિસાદ મળેલ છે. આગામી આ ચળવળ ગુજરાત રાજયના તમામ જિલ્લા, તાલુકા, શહેર અને ગામો ગામ જઇને ગુજરાતની જનતાને રૂબરૂ મળી તમાકુ તેમજ તેમાંથી બનતી દરેક વસ્‍તુનું ગુજરાત રાજયમાં વેચાણ તેમજ ઉત્‍પાદન બંધ થાય એ ધ્‍યેય સાથે પૂરજોશમાં ચળવળને આગળ ધપાવવામાં આવશે તેમ રોહિતભાઇ (પ્રમુખ) એ જણાવેલ છે.

(4:42 pm IST)