Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગુડી પડવાનો તહેવારએ એકતા અને પરિવારનો છેઃ સુમીત રાઘવન

(કેતન ખત્રી) અમદાવાદઃ ગુડી પડવા મહારાષ્ટ્રમાં ઊજવાતો તહેવાર છે, જેમાં લોકો તેમનાં દ્યરોમાં સુંદર ગુડી ઊભી કરે છે અને તેની પૂજા કરે છે. ગુડી સર્વ નકારાત્‍મક ઊર્જાને દૂર રાખે છે અને આપણા જીવનમાં સંપત્તિને આકર્ષે છે એવું મનાય છે. આ પાવન અવસરે સોની સબના કલાકારો તેમના દર્શકોને ગુડી પડવાની શુભેચ્‍છા પાઠવી હતી.

સોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્‍સેનો રાજેશ વાગલે તરીકે સુમીત રાઘવને કહયુ કે દર વર્ષે મારો પરિવાર અને હું ગુડી ઊભી કરીએ છીએ અને ઉત્તમ ભાગ્‍ય અને આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. અમને ગુડી પડવા વાગલે કી દુનિયાના સેટ્‍સ પર મનાવવાની પણ મજા આવે છે, કારણ કે આ તહેવાર એકતા અને પરિવારનો છે. સેટ પર ખરેખર બહુ મજેદાર સમય હોય છે.

(4:43 pm IST)