Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જેને રાજદ્રોહની કલમ લાગેલ તેવા લોકો હવે દેશભકિતની વાતો કરે છેઃ હાર્દિકને સી.જે.નો ટોણો

હાર્દિકે વાંધો ઉઠાવતા દેશદ્રોહ શબ્‍દ રેકોર્ડ પરથી દૂર : ગૃહમાં મામલો ગરમ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.ર૧ : આજે ગૃહમાં વિભાગની માંગણીઓ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ડો.સી.જે. ચાવડાએ આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે ગઇકાલે જેને દેશદ્રોહની કલમો લાગી હતી તેવા લોકો આજે ભ્રષ્‍ટાચાર થતો નથી તેમ અને દેશભકિતની વાતો કરે છે.

આ વાત સાંભળતા ભાજપના હાર્દિક પટેલે પોઇન્‍ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્‍યું કે દેશદ્રોહની કલમ નથી રાજદ્રોહની કલમ લાગેલી છે ત્‍યાર બાદ અધ્‍યક્ષ દ્વારા દેશદ્રોહનો શબ્‍દ રેકર્ડ ઉપરથી દુર કરવા જણાવ્‍યું હતું.

ડો. ચાવડાએ ગાંધી વગરનું નગર એવુ બન્‍યુ આ ગાંધીનગર, જોયા કરો ટગર-બગર એવું બન્‍યુ આ ગાંધીનગર અહી જમવામાં જગલો માર ખાવામાં ભગલો જેવી વાત દહોરાવી હતી.

તેમણે એક અગત્‍યની વાત કહેતા જણાવ્‍યું હતું કે ગૃહના સૌ સભ્‍યોએ સાથે મળી ડ્રગ્‍સ, દેવુ અને દારૂ જે રીતે હરણફાળ ભરી રહ્યું છે તેમાંથી સૌને બચાવવાનું કાર્ય કરવા ઉપર ભાર મુકયો હતો આ સરકાર ૬ કરોડની જનતાની નથી પરંતુ  ૬ ઉદ્યોગપતિઓની છે.

ઉપરાંત ભાજપના શાસનમાં ગૃહમંત્રીની હત્‍યા, ગૃહમંત્રીને તડીપાર કરવા પડયા અક્ષરધામ પર હુમલો, બાળહત્‍યા, ગૌહત્‍યા જેવી વાતો કરી ગૃહનુ વાતાવરણ ગરમ કર્યુ હતું.

 

(4:50 pm IST)