Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સરકાર દ્વારા પ્રથમ વખત ગાંધીનગરમાં આવેલા કોબા ખાતે એમએલએ ક્રિકેટ લીગનું ભવ્‍ય આયોજનઃ ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ટુર્નામેન્‍ટનો પ્રારંભ

ગુજરાતની 8 નદીઓના નામ પરથી 8 ટીમો બનાવી ધારાસભ્‍યો અને મંત્રીઓ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસ માં પ્રથમ વખત ધારાસભ્યો રમશે ક્રિકેટ મેચ. રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ ૨૦૨૨-૨૩ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૦/૦૩/૨૦૨૩ થી સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગનો આરંભ કરવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ધારાસભ્યો અને વિશેષરૂપથી સરકારના મંત્રી મંડળના સભ્યો ક્રિકેટ રમતા દેખાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ક્રિકેટ મેચની શરુઆત કરાવતી વખત હળવા મૂડમા જણાયા હતાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુંકે, મંત્રી ભીખુસિંહ પહેલી વખત મેચ રમશે. જવાબ મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાસ્ય ની હળવી શૈલીમા કહ્યું, જીવન માં ઘણી બાબત પહેલી વખત હોય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભલે સરળ સ્વભાવ ના હોય પણ મેચ દરમિયાન તેમના ચોગ્ગા અને છક્કા જોવા મળશે. 

એમએલએ લીગના પ્રારંભમાં જ શાંત દેખાતા મુખ્યમંત્રી પોતાના તિખા તેરવ બતાવ્યાં. તેઓ જ્યારે બેટિંગ કરવા આવ્યાં ત્યારે તો તેમણે મેદાનની ચારેય બાજુ શોટ્સ ફટકાર્યા. પણ જેવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બેટિંગ કરવા આવ્યાં એવી બોલિંગની કમાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના હાથમાં લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મેચમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વિકેટ ખેરવી હતી.

કેવી રીતે પાડવામાં આવ્યાં છે ટીમોના નામ?
ગુજરાતની વિવિધ નદીઓના નામો પરથી પાડવામાં આવ્યાં છે એમએલએ લીગની ટીમોના નામ. નર્મદા, સાબરમતી, તાપી, વિશ્વામિત્રી, ભાદર, શેત્રુંજી, બનાસ, મહિસાગર સહિત 8 નદીઓના નામ પર ટીમોનું નામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત એક ટીમ મીડિયાની પણ રહેશે જે ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

 સીએમએ ખેરવી અધ્યક્ષ શંકર ચૌધરીની વિકેટ-
જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બેટિંગમાં આવ્યાં ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના હાથમાં બોલ લીધો. મુખ્યમંત્રીએ પોતાની બોલિંગમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વિકેટ ખેરવી નાંખી. મુખ્યમંત્રીએ વિધાનસભા અધ્યક્ષને ક્લીન બોલ્ડ કર્યા હતા.

ગૃહરાજ્ય મંત્રીએ કરી સૂર્યકુમાર જેવી ફટકાબાજી-
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની બોલિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સૂર્ય કુમાર યાદવની જેમ ફટકાબાજી કરતા જોવા મળ્યાં. હર્ષ સંઘવી પોતે દાબોડી બેટ્સમેન છે. પણ તેઓ ગ્રાઉન્ડની ચારેય બાજુ ખુબ જબરદસ્ત શોટ્સ ફટકારીને પોતાના તિખા તેવર બતાવ્યાં હતાં. 

ઉલ્લેખનીય છેકે, સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2022-23ના નામથી આ ટુર્નામેન્ટનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ લીગ ગાંધીનગરમાં આવેલાં કોબા ખાતેના વૃંદાવન હોટલની પાછળના ભાગમાં આવેલાં જે.એસ.પટેલ. ક્રિકેટ કલબમાં રમાશે. 20, 27 અને 28 માર્ચ એમ ત્રણ દિવસ આ ક્રિકેટ લીગ યોજાશે.

(5:16 pm IST)