Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અમદાવાદમાં ડિજિટલ પેમેન્‍ટથી લૂંટ કરતા આરોપી વિશાલ ઠાકોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો

પોલીસ તપાસમાં આરોપી સજાતીય સંબંધ રાખનાર યુવકોને ખાસ ટાર્ગેટ કરતો

અમદાવાદ: હવે ગુનેગાર પણ ડિજિટલ પેમેન્ટ કરાવી લૂંટ કરી રહ્યા છે. આવા જ એક ગુનેગારને સોલા પોલીસે ઝડપી પાડ્યો છે. જેણે ચાર લોકો સાથે મળી એક યુવકને લૂંટ્યો હોવાની કબૂલાત કરી છે અને લૂંટની રકમ ડિજિટલ માધ્યમથી કરાવી છે.  

ગુનેગાર પણ હવે ડિજિટલ પદ્ધતિ અપનાવી રહ્યા છે. અમદાવાદની શહેરની સોલા પોલીસે એક એવા આરોપી પકડાયો જે લૂંટારૂ ઓ ફરિયાદી પાસેથી રકમ પોતાના એકાઉન્ટમાં મેળવતો હતો. આ આરોપીનું નામ વિશાલ ઠાકોર છે. જેણે બે વખતના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી સાત હજાર રૂપિયા અન્ય આરોપીઓ પાસેથી મેળવ્યા હતા. ચાર લોકોએ સોલા વિસ્તારમાં એક યુવકને ગળા પર છરી મૂકી લૂંટી લીધો હતો અને તે સાત હજારની રકમ અન્ય આરોપી ઓએ પકડાયેલા આ આરોપીને મોકલી હતી. ડિજિટલ પેમેન્ટથી લૂંટ કરનાર આ આરોપીની ધરપકડ કરતા તેણે અન્ય કેટલા ગુના આચર્યા તે બાબતે તપાસ શરૂ કરી છે.

પકડાયેલ આરોપી વિશાલ ઠાકોરનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. રોકડ રકમ ચોરી કર્યા બાદ પકડાઈ જવાના ડરે આરોપીઓ ડિજિટલ પેમેન્ટ કરાવી લૂંટ કરતા હતા. પણ આરોપીઓને એ ખબર નહિ હોય કે ડિજિટલ પેમેન્ટ કરાવતા જ પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓ સુધી પહોંચી શકે છે. હાલ પકડાયેલ આરોપીને રકમ પોતાના એકાઉન્ટમાં લેવાના કેટલો ભાગ મળવાનો હતો અને સાથે જ અન્ય કેટલા લોકોને લૂંટ્યા છે એ બાબતે તપાસ શરૂ કરાઇ છે.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી સજાતીય સંબંધ રાખનાર યુવકોને ખાસ ટાર્ગેટ કરતા હતા. સજાતીય સંબંધ રાખનાર યુવકો લૂંટાયા હોવાની વાત કોઈને શરમના માર્યા ન કરે એ માટે ખાસ આવા યુવકોને જ ટાર્ગેટ કરતા હતા. ત્યારે આવા અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:21 pm IST)