Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નાઇટ લાઇફ, ડિસ્‍કો બાર, રંગીન ગલીઓ, કોલગર્લ્‍સ અને પ્રાકૃતિક સૌંદર્યસભર થાઇલેન્‍ડ ગુજરાતી યુવાનોની પ્રવાસ માટેની પ્રથમ પસંદગી

થાઇલેન્‍ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે

અમદાવાદઃ ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે. પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો. થાઈલેન્ડ જવાનું મુખ્ય કારણ તેની રાતનો રંગીન માહોલ છે. થાઈલેન્ડમાં રાત પડે એટલે દુનિયા બદલાઈ જાય છે. એટલે જ તો, બેંગકોક, પતાયા જેવી જગ્યાઓ પર ગુજરાતીઓ જ સૌથી વધુ જોવા મળે છે. રંગીન મિજાજી ગુજરાતીઓ માટે થાઈલેન્ડ સ્વર્ગ જેવું છે.  

થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ પરણેલા ભારતીયો પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળ ચોક્કસ કારણો છે. એવું એટલા માટે કારણ કે અહીંયા એકલા ગયા બાદ તેમને ઘણું બધુ અલગ રીતે જીવવા માટે મળે છે. સાથે જ થાઈલેન્ડ ટ્રિપનો ખર્ચો પણ ઓછો આવે છે. 

મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વારંવાર થાઈલેન્ડ ફરવા ઉપડી જાય છે. જેની પાછળનું મુખ્ય અને મોટું કારણ થાઈલેન્ડની નાઈટલાઈફ છે. થાઈલેન્ડમાં એક એકથઈ ચઢિયાતા ડિસ્કો બાર, રંગીન ગલીઓ, કોલગર્લ્સ છે. આ કારણે આ દેશ વધુ જાણીતો છે. બેંગકોક, ફૂકેટ, પટાયાની ગલીઓ રંગીન મિજાજીઓ માટે જાણીતી છે. આ કારણે થાઈલેન્ડ ટુરિઝમનો ગઢ ગણાય છે. સાથે જ થાઈ મસાજ પણ બીજું આકર્ષણનું કેન્દ્ર છે. આ કારણોથી ગુજરાતીઓ થાઈલેન્ડ જવા આતુર હોય છે.

રેડ લાઈટ એરિયાનો ક્રેઝ
ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે. જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.

થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અને ભારતીયોના કારણે થાઈલેન્ડને આ સ્થાન મળ્યું છે. જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો રહેશેતો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે. થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે. થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો. 

થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે.

(5:22 pm IST)