Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

માતર તાલુકાના ભલાડા ગામની કિશોરીને ભાગે લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : માતર તાલુકાના ભલાડા ગામનો એક યુવક ગામની કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી તેણીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ જાતીય અત્યાચારનો ગુનો કર્યો હતો. બનાવ સંદર્ભે સગીરાના પિતાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે યુવક વિરુદ્ધ  પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે અંગેનો કેસ નડિયાદ પોકસો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે સરકારી વકીલ રાહુલ બ્રહ્મભટ્ટ ની દલીલો તેમજ ૧૦ સાહેદોના પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓ ૨૧ ને ઘ્યાને લઈ સમાજના સગીર દીકરીઓ ઉપરના બળાત્કારના કિસ્સાઓ બંધ થાય વિગેરે કારણોને ઘ્યાને લઈ નરાધમ યુવકને ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માતર તાલુકાના ભલાડા ગામમાં મનુભાઈ રમેશભાઈ સોલંકી તા.૧૯ જુલાઈ ૨૦૧૦ ના રોજ બપોરના ૨ઃ૩૦ કલાકે ગામની એક કિશોરી ના લગ્ન કરવાની લાલચ આપી તેણીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ સંદર્ભે કિશોરીના પિતાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે મનુભાઈ સોલંકી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી નડિયાદની પોકસો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે અંગેનો કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ પી.પી.પુરોહિતે મદદની સરકારી વકીલ રાહુલ બ્રહ્મભટ્ટની દલીલોને ઘ્યાને લઈ મનુ સોલંકી ને ઇપીકો કલમ-૩૬૩ ના ગુનામાં તથા ઇપીકો કલમ-૩૭૬ ના ગુનામાં તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે.

(6:49 pm IST)