Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પંચમહાલના શહેરાના પંચાયતના વિરોધ પક્ષ નેતા જે. બી. સોલંકીનો કલેક્ટર કચેરીમાં શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ

સરકારી તળાવ પૂરી દેવાના ગ્રામપંચાયતના ઠરાવ ને રદ્દ કરવા માટે અનેક રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી ન થતાં જે.બી. સોંલકીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આમ કરવા પાછળની ઘટના એવી હતી કે શહેરા તાલુકાના વલ્લવ પૂર ગામના સરકારી તળાવ ને પૂરવાનો ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવતા કરી હતી અનેક રજૂઆતો થઈ હતી. સરકારી તળાવ પૂરી દેવાના ગ્રામપંચાયતના ઠરાવ ને રદ્દ કરવા માટે અનેક રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી ન થતાં જે.બી. સોંલકીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

  સાથે જ આ ઘટનામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિવિધ સરકારી કામમાં ગેરરીતિ થયાની રજૂઆત કલેકટરે સાંભળી નથી. આપઘાતના પ્રયાસની ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યો હતો. તેમજ જિલ્લા કલેકટર સહિત સરકારી વિભાગ રજૂઆત ન સાંભળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું જે.બી. સોલંકીએ જણાવ્યું હતું.

(12:48 am IST)