Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ગુજરાતમાં ઓક્સિજન વગર ટળવળતા દર્દીઓઃ ૧૦થી ૧૫ ટકા દર્દીઓના ઓક્સિજનની અછતના કારણે મોતઃ ૧૧૦૦ મેટ્રીક ટન જેટલુ ઉત્પાદન છતાં તંગી

સુરત: હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી તેવી ફરિયાદો વ્યાપક બની ગઈ છે. દર્દીઓ ઓક્સિજન વળીને ટળવળીને મરી રહ્યાં છે. ત્યારે હવે શહેરોમાં પણ ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. પરિસ્થિતિ વિકટ બની રહી છે. 10 થી 15 ટકા દર્દીઓ ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામી રહ્યાં છે. દર્દીને કોરોના થયા બાદ સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજનની હોય છે, ત્યારે આ જ ઓક્સિજનનો જથ્થો હવે ખૂટી પડ્યો છે. 1100 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો જથ્થાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, છતા દર્દીઓ ઓક્સિજન વગર મરી રહ્યાં છે.

જેમાં હાલ સુરતની પરિસ્થિતિ વધુ નાજુક બની રહી છે. સુરતમાં વધી રહેલા દર્દીઓની હાલત જોતા હવે ઓક્સિજન જામનગરથી મંગાવવાની નોબત આવી પડી છે. જામનગરથી 16 ટન ઓક્સિજન સુરત માટે મંગાવાયો છે. સુરતમાં રોજના 200 ટનથી વધુ ઓક્સિજનની જરૂર પડી રહી છે.

સુરતમાં ઓક્સિજનની જરૂરિયાત બહુ જ વધી રહી છે. સુરતમાં ઓક્સિજનની જરૂરિયાતને જોતા ટેન્કર ચાલક ખાધાપીધા વગર 18 કલાકની મુસાફરી કરીને સુરત પહોંચ્યો હતો. ઓક્સિજનની જરૂરિયાત હોવાથી પોતે સેવા આપી રહ્યો છે.

કોરોનામહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બનાસકાંઠાની જય ભારત ટ્રેડિંગ કંપનીમા ઓક્સિજનનો પુરવઠો પૂરો થઈ ગયો છે. આ કારણે પુરવઠા અધિકારી સહિત તંત્રની દોડધામ વધી ગઈ છે. બનાસકાંઠાની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ઓક્સિજનની અછતને લઈ દર્દીઓના મોત થઈ રહ્યા છે.

તો બનાસકાંઠાના ડીસામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા એક જ હોસ્પિટલમાં 5 ના મોત થયા છે. આઇસીયુમાં સવારથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. કોરોનાથી અને ઓક્સિજનની અછત સર્જાતા ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. ગઈકાલે પણ આજ હોસ્પિટલમાંથી 4 લોકોના નિપજ્યા મોત નિપજ્યા હતા.

ઓક્સિજન ન હોવાને કારણે બનાસકાંઠા માટે અમદાવાદથી જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે તેવુ વહીવટી તંત્ર દ્વારા કહેવાઈ રહ્યુ છે. બે દિવસથી તબીબો તંત્રને લેખિતમાં સતત જાણ કરતા હતા, અનેકવાર રજૂઆત કરવા છતા પણ ઓક્સિજન અપાયુ નથી, જેથી આજે કેટલાક દર્દીઓ મોતને ભેટ્યા છે.

ઓક્સિજનની માંગને જોતા રાજ્યમાં 11 જગ્યાએ મોટા ઓક્સિજનનો પ્લાન્ટ નાંખવામાં આવનાર છે. જોકે, આ સુવિધા ઉભી થતા પંદરેક દિવસ લાગશે. ત્યાં સુધી પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.

(4:42 pm IST)
  • અમેરિકા : જ્યોર્જ ફ્લોયડના મૃત્યુમાં ભૂતપૂર્વ મિનીએપોલિસ અધિકારી ડેરેક ચૌવિનને ખૂન અને હત્યાકાંડના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ફ્લોયડના મોતથી જાતિવાદ સામે વિશ્વવ્યાપી વિરોધ પ્રદર્શિત થયો હતો, જ્યારે વીડિયો બતાવવામાં આવ્યું હતું કે ચૌવિને તેના ગળા પર ઘૂંટણ લગાવીને જમીન પર ફ્લોઇડને દબાવવાથી તે મોતને ભેટ્યા હતા. access_time 10:07 am IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST