Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ફાયર વિભાગ દ્વારા નદીમાંથી શિક્ષિકાનો મૃતદેહ બહાર કઢાયો

ચાર દિવસ પહેલા તાપીમાં મોતની છલાંગ લગાવી : શિક્ષિકાની બેગમાંથી તેનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું, પોલીસે નામ સરનામાના આધારે તપાસ હાથ ધરી

સુરત,તા.૨૧ : અડાજણ વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ ચાર દિવસ અગાઉ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. મગદલ્લા બ્રિજ નીચે નદીમાંથી ફાયર વિભાગ દ્વારા શિક્ષિકાનો મૃતદેહ બહાર કઢાયો હતો. શિક્ષિકાએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું એ રહસ્ય અકબંધ છે.  જો કે સમગ્ર મામલે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મગદલ્લા બ્રિજ નીચે તાપી નદીમાંથી સોમવારે અડાજણની મહારાષ્ટ્રીયન શિક્ષિકાની લાશ મળી આવી હતી. સુરતમાં વષોથી એકલી રહેતી શિક્ષિકાએ નદીમાં ઝંપલાવી આપધાત કરી લીધો હોવાની શક્યતા ઇચ્છાપોર પોલીસે વ્યક્ત કરી છે. સોમવારે મગદલ્લા બિજ નીચૅ તાપી નદીમાં મૃતદેહ દેખાયો હોવાની જાણ ફાયરબિગેડને થઈ હતી. ત્યારબાદ ફાયરબિગૅડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ અજાણી મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢી ઇચ્છાપોર પોલીસને કબજો સોપ્યો હતો.

 

          પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અડાજણમાં આવેલ ચોકસીવાડી નજીક ગીતારાજ સોસાયટીમાં રહેતી ૪૩ વર્ષિય વિધ્યાબેન શેષરાવ પાટીલ કામરેજ તાલુકના વાવ વિસ્તારમાં આવેલી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ શિક્ષિકા વિધ્યાબેને ચાર દિવસ અગાઉ બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા ચાર દિવસથી વિધ્યાબેનના મૃતદેહની કોઈ ભાળ મળી ન હતી. સોમવારે બપોરના સમયે ફાયર વિભાગ દ્વારા મગદલ્લા બ્રિજના પશ્ચિમ દિશાની નદીમાં ૭૦૦- ૮૦૦ મીટરના અંતરે વિધ્યાબેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. શિક્ષિકા વિધ્યાબેનનો મૃતદેહ ફૂલી ગયેલ હાલતમાં , શરીરની ચામડી કાળી પડી ગયેલ તથા અમુક ભાગે ચામડી નીકળી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જો કે પ્રાથમિક તપાસ દરમિયાન તેણીએ આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન લીધા હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ રારૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આ અગાઉ પણ કોરોનાનો સર્વે કરવા ગયેલી શિક્ષિકાએ આપઘાત કરી લીધો હતો.

(8:40 pm IST)
  • આયુષ મંત્રાલયના નિર્દેશોના પગલે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરમાર્ગે દોરેલા દાવા બદલ રાજકોટ સ્થિત ઉત્પાદકને સમન્સ પાઠવવામાં આવ્યા છે, જેમણે કહ્યું છે કે તેમનું ઉત્પાદન 'આયુધ એડવાન્સ' એ 'કોવિડ ટ્રીટમેન્ટ માટે પહેલી ક્લિનિકલ રીતે ચકાસાયેલ દવા' છે અને તે રિમડેસિવીર કરતા ત્રણ ગણી સારી છે : PIB access_time 10:06 am IST

  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કાર્યાલયમાં મંત્રણાનો દોર શરૂ : જે રાજયોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે તે રાજયોની આર્મી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવી આમ પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવા વિચાર કરી રહ્યા છે access_time 12:43 pm IST

  • રાફેલ ફાઇટર જેટનો 5મો જથ્થો નવા 4 ફાઇટર જેટ સાથે આજે સાંજે ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યો : આ સાથે હવે ભારતીય વાયુ સેના પાસે 18 રાફેલ ફાઇટર જેટની તાકાત થઈ access_time 11:35 pm IST