Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સુરતમાં અને ઉપરવાસમાં વરસાદના કારણે વિયર કમ કોઝવે બંધ કરાયો

બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક

સુરત : દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સુરતમાં અને ઉપરવાસમાં વરસાદના કારણે કારણે વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. જેથી આ ચોમાસાની સીઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે. રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે છે.

(11:39 am IST)