Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

નર્મદા જિલ્લાના કરજણ ડેમ ના 6 રેડિયલ ગેટ ખોલી 32 હજાર ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું

ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલને પાર : ૨,૪,૫,૬,૮અને ૯ નંબર ના ૬ ગેટ 1.20 મીટર ખોલાયાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના કરજણ ડેમમાંથી કરજણ નદીમાં ગુરુવારે સાંજે 4 વાગે ૩૨,૭૦૫ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
 કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમ માંથી પાંચ રેડિયલ ગેટ ખોલી ૩૨,૭૦૫ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાઈ રહ્યો છે જેથી કાંઠાના વિસ્તારોના ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે.

 હાલ કરજણ બંધ માં ૨૮,૧૦૫ ક્યુસેક જેટલી પાણી ની આવક છે આજે ડેમ નું રુલ લેવલ ૧૦૯.૩૬ મીટર છે. માટે રુલ લેવલ જાળવવા માટે ડેમના ૬ રેડિયલ ગેટ ખોલી ને ૩૨,૭૦૫ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૭૨,૯૮ % ભરાયો છે. ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૩૬૯.૧૯ મિલિયન કયુબિક મીટર  છે.
  નર્મદા જિલ્લાના વિવિધ ડેમોની સપાટી પર નજર કરીએ તો નર્મદા ડેમ-૧૨૧.૭૯ મીટર,કરજણ ડે૧૦૯.૮૪ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૬.૪૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૨૬ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

(9:08 pm IST)