Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચુકવવા માટે માગ

શક્તિસિંહે મુખ્યમંત્રીને વિનંતી કરી

અમદાવાદ,તા.૨૦ : ભાવનગર જીલ્લાના ભાલ વિસ્તારના પાળિયાદ ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ડુબી જ્વાથી બે વ્યક્તિઓ ના મૃત્યુનાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયેલા છે. સમગ્ર ભાલ વિસ્તારના ગામડાઓનો સખ્ત વિરોધ હતો કે, ગુજરાત સરકાર ભાલ વિસ્તારની જમીનમાં મીઠાના અગર માટે બેફામ જમીનોની ફાળવણી ના કરે આમ છતાં ગુજરાત સરકારે કચ્છના કોઈ માનીતાને મીઠાના અગર માટે ખુબ મોટી જમીનો ફાળવી દીધી અને તેમણે અગરો માટે બનાવાયેલા પાળાઓના કારણે ચોમાસાનું પાણી ભાલના ગામડાઓમાં ઘુસી ગયું છે તેમજ પાળિયાદના બે વ્યક્તિઓનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું છે. ભાલ વિસ્તારના ગામડાઓમાં મીઠાના અગરને ફળવાયેલી જમીનોના પાળાના કારણે કલ્પી શકાય તેટલું ખેતીને પણ નુકશાન થયેલું છે. રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, મીઠાના અગર માટે ફળવાયેલી જમીનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને ભાલ વિસ્તારના ખેડૂતોને થયેલા નુકશાન તેમજ મૃતકોના પરિવારને પુરતું વળતર સત્વરે ચુકવવામાં આવે.

(8:50 am IST)