Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કોરોના કાળમાં ૧૮૦૦થી વધુ સગર્ભાઓની પ્રસૂતિ

સોલા સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધી : આમાની કેટલીક પ્રસૂતાઓની સ્થિતિ ખુબ જ ગંભીર હતી

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદથી નજીક હેબતપુરમાં રહેતા દિપીકાબેનને રાત્રે પ્રસૂતિની પીડા ઉપડી દિપીકાબેનને એચઆરસીટી ટેસ્ટમાં ગ્રેડ જણાતા કોરોનાનું ગંભીર સંક્રમણ હોવાથી ખાનગી તબીબોએ સોલા સિવલમાં પ્રસૂતિ  માટે મોકલ્યા હોસ્પિટલ તંત્રએ દિપીકાબેનને ગાયનેક વિભાગમાં ઇમરજન્સીમાં દાખલ કર્યા રાત્રિ સમયમાં ઇમરજન્સીમાં સારવાર અર્થે આવેલા દિપીકાબેનને શસ્ત્રક્રિયા કરીને પ્રસૂતિ કરવાની જરૂરિયાત ઉભી થતા સિનિયર તબીબ સ્વાતી પટેલ અને તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી અને દિપીકાબેનને ત્યાં બાળકીનો જન્મ થયો અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના હેબતપુર વિસ્તારમાં રહેતા દિપીકાબેનને અગાઉ પણ બે બાળકો વખતે શસ્ત્રક્રિયા કરીને પ્રસૂતિ કરાવવામાં આવી હતી પરંતુ વખતે કોરોના પોઝીટીવ થવાની સાથે સીઝેરીયન હોવાથી પ્રસૂતિ ગંભીર બની રહી હતી પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં તેમની સફળતાપૂર્વક સર્જરી કરાઈ. કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીનું સીઝેરીયન કરવું પડ્યુ હોય તેવો  સોલા સિવિલના ગાયનેક વિભાગ માટે પ્રથમ કિસ્સો હતો. કોરોના શબ્દ કદાચ આજે વિશ્વ આખામાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ છે. એક શબ્દએ  લોકોની જીવનશૈલી, માનસિકતા, પરિસ્થિતી એમ બધુ બદલી નાખ્યુ છે...આજ રીતે 'સલામત પ્રસૂતિ તો માત્ર મોટી અને ખાનગી હોસ્પિટલોમાં થઈ શકે તેવી ખોટી  માન્યતા પણ બદલાઈ છે...લ્લ વાતની પુષ્ટિ કરતી ઘટના એટલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં થયેલી ૧૮૦૦ થી વધુ  સલામત પ્રસૂતિ... તેમાં પણ ૬૦ જેટલી કોવિડ પોઝીટીવ સગર્ભાઓ સારવાર અર્થે દાખલ થઇ અને તેમાંથી ૩૦ થી વધુ કોવિડ પોઝીટીવ સગર્ભાઓની પ્રસૂતિ કરાવવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં એક નોંધનીય સિધ્ધી છે.

(11:08 pm IST)