Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

રાજ્ય સરકારની રજૂઆત ગ્રાહ્ય રાખી કોરોના વાઇરસથી પીડાતા દર્દીઓના નામો જાહેર કરવાની માંગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી

અમદાવાદ : કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓના નામો જાહેર કરવા માટે માગણી કરતી જાહેર હિતની એક અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના દર્દીઓના નામો જાહેર કરવાની માગણી કરતી એક અરજી થઈ  હતી.

સરકારે એવી રજૂઆત કરેલ કે લોકો તરફથી તેમના નામો નહીં જાહેર કરવાની સતત રજૂઆતો થઇ રહી છે. આ પછી ગુજરાત હાઈકોર્ટે લોકોની ગોપનીયતાનો અધિકારના ગ્રાઉન્ડ હેઠળ કોરોના દર્દીઓના નામો જાહેર કરવાની માગણી કરતી આ પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન (PIL) અરજી ફગાવી દીધી છે.

(8:49 am IST)