Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જુનિયર ક્લાર્ક 1,40 લાખની લાંચ લેતા ઝડપાયો

એસીબી ને વધુ એક સફળતા, પીઆઈ બી.જે.સરવૈયા અને એસીબી ટીમના સુપરવિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલનો સપાટો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્કને રૂ.1.40 લાખની લાંચ લેતા નવસારી એ.સી.બી એ વલસાડ દમણગંગા ભવન બીલડીગ નીચે ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો હતો.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ આ કામના ફરીયાદીએ ૭૩ એ.એ. પ્રકારની ૨૩ એકર જમીન કુલ અલગ –અલગ ૯ સર્વે નંબરોવાળી વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં તુમ્બી ગામે ખરીદ કરવા માટે લખાણ કરેલ હોય, જે જમીન વેચાણ પરવાનગી માટે ખેડુતો દ્વારા અલગ-અલગ ૯ અરજીઓ જીલ્લા પંચાયત કચેરી વલસાડ ખાતે કરવામાં આવી હતી.જે પૈકી ૭ સર્વે નંબરોની ફાઈલોની એન.ઓ.સી મેળવવા જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવામાં આવેલ હતી

 . આ કામ આરોપી  જુનિયર ક્લાર્ક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વલસાડ અશોક ગાંડાલાલ ચાવડા હાલે રહે.સ્નેહ રમણ પાર્ક,ગોકુલ ધામ સોસાયટી પાછળ,ધરમપુર રોડ,વલસાડ મૂળ રહે.વંદે માતરમ પાર્ક 2,સેકટર 29, ગાંધીનગર દ્વારા પુરૂ કરી આપવામાં આવેલ હતુ. પરંતુ ૨ ફાઈલો હજુ બાકી હોય, જેથી એક ફાઈલના રૂા. ૨૦,૦૦૦ લેખે ૭ ફાઈલનાં કુલ  રૂા.૧,૪૦,૦૦૦ લાંચની માંગણી  કરવામાં આવી હતી.

 ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે ગુરુવારે લાંચનુ છટકુ ગોઠવતા આરોપી ક્લાર્ક લાંચની રકમ રૂા.1.40 લાખ સ્વીકારતા પકડાઇ ગયો હતો.ટ્રેપીંગ અધિકારી તરીકે બી.જે.સરવૈયા પોલીસ ઇન્સ્પેકટર નવસારી એ.સી.બી.પોલીસ સ્ટે નવસારી અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી.સુપરવિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ,મદદનીશ નિયામક ,એ.સી.બી.સુરત એકમ એ માર્ગદર્શન આપ્યું હતું.

(11:07 am IST)