Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સાગબારાના પાટલામહુ ગ્રામપંચાયતનો અનોખો નિર્ણય દારૂ બનાવતા કે વેંચતા પકડાય તો ૨૫ હજાર દંડ

ગામમાં મટનની દુકાનો તેમજ દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ કરાવવા પણ નિર્ણય લેતા આ એક અનોખી પહેલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં રોજ હજારો લીટર દેશી અને વિદેશી દારૂ પોલીસના હાથે ઝડપાય છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારાના પાટલામહુ ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે દારૂ વેંચતા કે ખરીદતા ઝડપાય તો તેને ૨૫ હજાર રૂપિયા દંડ અને કોઈ દારૂ વિશે બાતમી આપે તો તેને ૫ હજાર ઇનામ ની જાહેરાત કરવામાં આવી છે.

 જાણવા મળ્યા મુજબ હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકાના પાટલામહુ ગામની બાજુના ગામમાં કોરોના નો પોઝિટિવ કેસ નોંધાતા પાટલામહુ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અગમચેતીના ભાગરૂપે ગ્રામજનો એ ભેગા મળી એક અનોખો નિર્ણય લીધો જેમાં દારૂ વેચવા તેમજ ખરીદવા ઉપર 25 હજારનો દંડ રાખવામાં આવ્યો છે ઉપરાંત બાતમી આપનાર ને 5000 રૂપિયા ઇનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ મટન ની દુકાનો તેમજ દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ કરાવવા નિર્ણય લીધો છે

 .અત્રે એ ઉલ્લેખનીય છે કે નાનકડા ગામની આ ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખુબ જ સરાહનીય છે જો દારૂની બદી ને જળમૂળ માંથી દૂર કરવી હોય તો દરેક ગ્રામ પંચાયતોએ પાટલામહુ ગ્રામ પંચાયત પાસેથી શીખ લઈ આ વિશે અમલ કરવો રહ્યો

(11:16 am IST)