Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ડેડીયાપાડાના અંતરિયાળ ગામમાં વરસાદમાં કોઝવે ડુબી જતા ગર્ભવતીને ઝોળીમાં નાંખી નદી પાર કરાવી હોસ્પિટલ પહોંચાડ્યા

વિકાસની વાતો કરતી રાજ્ય સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ બાબતે નિષ્ફળ :ગામડાઓમાં વિકાસ ખોવાયો હોય તેવી સ્થિતિ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પુર્વ પટ્ટીમા આવેલ અંતરીયાળ ગામડાંઓ પૈકી કણજી, માથાસર જેવા ગામડાઓમાં ચોમાસા દરમિયાન કોઝવે ઉપર પાણી ફરિ વળતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ઉપરાંત અંતરિયાળ ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બનતા લોકોને સ્વાસ્થ્ય સહિતની સુવિધાઓ માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.
 તાજેતરમાજ ડેડીયાપાડા તાલુકા ના માથાસર ગામની ચંદ્રીકાબેન મુકેશભાઈ નામની મહિલાને ડીલેવરી થવાની હોય તેમને દવાખાને લઈ જવા માટે ઝોળી બનાવી જીવન જોખમે નદી પાર કરાવાની ફરજ પડી હતી આ સગર્ભા બેન ને દવાખાને લઈ જવા માટે ગામના વડીલો અને સરપંચ અનીરૂધભાઇ એ મદદરૂપ બનીને ઝોલી કરીને માથાસરથી કણજી ગામ સુધી ખભા પર ઉંચકીને નદીના પુર ના પાણી માં જીવના જોખમે નદી પાર કરવા ની નોબત આવી હતી વિકાસ ની વાતો કરતી સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ક્યારે આપશે તે જોવું રહ્યું પરંતુ હાલ તો આ તરફના ગામડાઓમાં વિકાસ ક્યાંક ખોવાયો હોય એમ જોવા મળી રહ્યું છે.

(11:18 am IST)