Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગ પતાવી પરત ફરતા પરિવારની ગાડી પલ્ટી ખાતા બાળકીનું મોત

તડવી પરિવાર કેવડિયા મરણમાંથી પરત ઘરે જતું હતું ત્યારે તેમની ઇન્ડિકો ગાડી ગભાણા કેબલ બ્રિજ પર પલ્ટી મારતા 10 વર્ષની બાળકીનું મોત 3 ને ઇજાઓ

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જીલ્લાના કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગમાં ગયેલા કોયારી ગામના તડવી પરિવારની ગાડી ગભાણા કેબલ બ્રિજ ઉપર પલ્ટી ખાતા બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોને ઇજા થઇ હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર કોયારી ગામના મયુરભાઇ હીમ્મતભાઇ તડવી ગતરોજ પોતાની ઇન્ડિકો ગાડી નં.GJ 19 M 9991લઈ પોતાના બાળકો અને પત્ની સાથે કેવડિયા કોલોની એક મરણ માં ગયા બાદ ત્યાંથી પરત કોયારી જતી વેળા મયુરભાઈ એ પોતાની ગાડી ગાભાણા કેબલ બ્રિજ ઉપર થી બેફામ હંકારતા સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા ગાડી પલ્ટી ખાધી હતી જેમાં તેમની દીકરી અચલબેન (ઉ.10)ને માથા માં ગંભીર ઇજા થતા મૃત્યુ થયું હતું જ્યારે આ અકસ્માતમાં પત્ની મનિષા બેન મયુરભાઇ તડવી,મયુરભાઇ હીમ્મતભાઇ તડવી તથા પુત્ર યશકુમાર મયુરભાઇ તડવી ને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.ઘટના બાદ મનીષાબેને કેવડિયા પો. સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે બેફામ ગાડી હંકારતા મયુર તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)