Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વલસાડમાં ૫ અને વાપી ૪ ઇંચ : રાજયમાં સીઝનનો કુલ ૯૦ % વરસી ગયો

રાજયના ૩૨ જીલ્લાના ૧૭૦ તાલુકાઓમાં ઝરમર થી ૫.૫ ઇંચ ખાબકયોઃ ઉકાઈ ડેમમાંથી હજુ પણ ૭૫,૦૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે

વાપીઃ તા.૨૧, ભાદરવા માસ ના પ્રારંભે રાજય ના અનેક વિસ્તારોમાં તડકાને બદલે મેઘમહેર જોવા મળી રહી છે છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૨ જીલ્લાના ૧૭૦ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૧૩૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

 રહી રહીને પણ મેઘરાજા પોતાનો ટાર્ગેટ પૂરો કવા તરફ મક્કમતા થી આગળ ધપી રહ્યા છે આજ સવાર સુધીમાં રાજય માં શરેરાશ સીઝન નો કુલ વરસાદ ૮૮.૫૫%  નોંધાયો છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ચોમાસાની સીઝન બાકી છે.

 ભારે વરસાદને પગલે ડેમોની જળસપાટીઓમાં પણ વધારો થતા પ્રજાજનો સહીત વહીવટી તંત્રની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર  છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો...

  ચોર્યાસી ૧૩૯ મીમી,ચીખલી અને ગણદેવી ૧૨૪-૧૨૪ મીમી,વલસાડ ૧૧૯ મીમી,નવસારી ૧૧૫ મીમી,જલાલપોર ૧૧૪ મીમી,ખેરગામ ૧૧૩ મીમી,તાલોદ ૯૭ મીમી,પાટણ ૯૩ મીમી,ઉમરગામ ૯૧ મીમી,વાપી ૯૦ મીમી,ડોલવણ ૮૫ મીમી,કપરાડા ૮૩ મીમી,વાંસદા ૮૨ મીમી,વધઈ ૭૬ મીમી,બારડોલી ૭૩ મીમી,પારડી ૭૩ મીમી,પલસાણા ૬૬ મીમી,દાંતા ૫૮ મીમી,આહવા ૫૫ મીમી,ધરમપુર ૫૪ મીમી વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત મેઘરજ ૪૮ મીમી,શહેરા ૪૬ મીમી,ભિલોડા ૪૩ મીમી,માલપુર ૪૧ મીમી ,નિઝર ૩૭ મીમી,બાલાસિનોર ૩૬ મીમી,કવાંટ ૩૫ મીમી,ખાનપુર ૩૪ મીમી,ગોધરા ૩૩ મીમી,અમદાવાદ સીટી,વ્યારા અને હાલોલ ૩૨-૩૨ મીમી,મોડાસા ૩૧ મીમી વરસાદ નોંધાયો છે. તો ગલતેશ્વર,કરજણ અને સુબીર ૩૦-૩૦ મીમી,ધંધુકા,લુણાવાડા અને વીરપુર ૨૯-૨૯ મીમી,ઇડર ૨૭ મીમી,વાલોદ ૨૭ મીમી,મહુવા ૨૬ મીમી,વિજાપુર અને સોનગઢ ૨૫-૨૫ મીમી,ભરૂચ અને નેત્રંગ ૨૪-૨૪ મીમી,નસવાડી અને ઉમરપાડા ૨૩-૨૩ મીમી,વિજયનગર ૨૨ મીમી વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત રાજયના ૧૧૭ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૨૦ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૦.૦૪ ફૂટે પોહોચી છે. ડેમ માં ૫૯,૮૪૩ કયુસેક પાણીનો ઇન્ફ્લો સામે ૭૪,૨૬૩ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ સુરત પંથકની કોઝવેની જળસપાટી ૯.૦૩ મીટરે પોહોંચી છે.

આ લખાય રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૯.૩૦ કલાકે વલસાડ જીલ્લા સહીત દક્ષીણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેદ્યરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

(1:02 pm IST)