Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સુરતમાં મેઘરાજાનો મુકામ : ૪ ઇંચ વરસાદ

ઉધના, લીંબાયત, અડાજણ સહિતના વિસ્તારમાં ૧ થી દોઢ ફૂટ પાણી ભરાતા જનજીવનને અસર : બપોરે ૧ વાગ્યે ઝરમર ચાલુ

રાજકોટ તા. ૨૧ : ભાદરવા માસના પ્રારંભે રાજ્યમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડયો છે ત્યારે હિરાનગરી સુરત ઉપર મેઘરાજાએ હેત વરસાવી ૪ ઇંચ વરસાદ પડયો છે.

સવારે ૬.૩૦ કલાકથી સુરત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં કયાંક ધોધમાર તો કયાંક ધીમીધારે વરસાદ પડયો હતો. મેઘરાજાની તોફાની ઇનીંગથી અનેક વિસ્તારમાં ૧ થી ૧ાા ફુટ પાણી ભરાયા હતા. સુરતના ઉધના, લીંબાયત, વેસુ, અડાજણ, સીટીલાઇટ, રાંદેર, પાલનપુર પાટીયા, વરાછા, કાપોદ્રા, પરવત પાટીયા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી છે.

સુરત, નવસારી, વલસાડ, ઉમરગામ, ધરમપુર, કપરાડા, પારડી, વાપી, બારડોલી સહિતના વિસ્તારમાં સારો વરસાદ હોવાનું જાણવા મળે છે.

(3:01 pm IST)