Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વલસાડમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ : સર્વત્ર પાણી પાણી : અનેક વિસ્તારો જળબંબાકાર

મોગરાવાડી અને છીપવાડ ગરનાળું ફરી એકવાર પાણીમાં ગરકાવ: વાહનોની લાબી લાઈનો

(કાર્તિક બાવીશી દવારા )વલસાડમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું હતું. અનેક વિસ્તારો જળબંબાકાર  થઈ ગઈ ગયા હતા.જેથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.નપાણીયા તંત્રના પાપે જનતા પરેશાન છે.મોગરાવાડી અને છીપવાડ  ગરનાળું ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું પણ તંત્ર હજુ પણ જાગ્યું નથી. 

ખેરગામ અને હાઇવે પર નીકળતા છીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

(3:22 pm IST)