Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ગુજકેટ-પૂરક પરીક્ષા દરમિયાન ર૧ તબીબોની ટીમને ખાસ ફરજઃ કેન્દ્ર ઉપર આરોગ્યની કીટ તૈયાર રખાશે

પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેતા ડીઇઓ ઉપાધ્યાયઃ રવીવારે ૩૮ કેન્દ્રો સેનેટાઇઝ થશે

રાજકોટ, તા,.ર૧: કોવીડ-૧૯ની મહામારી વચ્ચે ગુજરાતમાં ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજકેટ અને ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧૦ની પુરક પરીક્ષા યોજાઇ રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં અનેક પગલાઓ લઇને સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક અને સેનેટાઇઝેશની વ્યવસ્થા કરી છે. શિક્ષ્ૅાણ બોર્ડ દ્વારા લેવાનાર ગુજકેટ અને ધો.૧૦ અને ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા રાજકોટમાં ૩૮ કેન્દ્રો ઉપર લેવાશે. જેમાં ગુજકેટમાં ૭૭ર૯, ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૯૪૦, ધો.૧૦માં પ૯૧પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારી શ્રી રમેશભાઇ ઉપાધ્યાયે અકિલાને જણાવેલ કે પરીક્ષાના ૩૮ બિલ્ડીંગો ઉપર કોર્પોરેશનના સહયોગથી ર૧ તબીબોની ટીમ ખડેપગે રહેશે. આજે તમામ પરીક્ષા કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી છે. રવીવારે તમામ પરીક્ષા કેન્દ્રોનું સેનેટાઇઝ કરવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર દરરોજ સેનેટાઇઝ થશે. પરીક્ષા કેન્દ્રો ઉપર આરોગ્યની કીટ સાથે ફરજ પરના વર્ગ-રના કર્મચારી ફરજ બજાવશે. રાજકોટ માટે પરીક્ષા દરમિયાન પરનીટ માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષાર્થીઓનું થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવશે.

(3:54 pm IST)