Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

RTE હેઠળ સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ માટે મનપાએ કરી વ્યવસ્થા : જાહેર રજામાં પણ અરજી સ્વીકારાશે

અરજી પત્રક અને સોગંદનામાંનો નમૂનો સેન્ટ્રલ ઝોનના સિટી સિવિક સેન્ટર ખાતેથી રૂબરૂ મળી શકશે અને RMCની વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકાશે

રાજકોટ,તા. ૨૧: ગુજરાત સરકારશ્રી દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે, જે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારાhttp://rte.orpgujarat.com/ વેબપોર્ટલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં કુલ – ૧૩ કેટેગરીના બાળકોનેઙ્ગRTEઙ્ગહેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ ગર્લ ચાઈલ્ડ ધરાવતા વાલીને આ અંગેનું પ્રમાણપત્ર આપવા માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરાવી છે. આ સર્ટિફિકેટ મેળવવા ઇચ્છુક અને તે માટેની પાત્રતા ધરાવતા વાલીઓની સરળતા માટે મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સિટી સિવિક સેન્ટર ખાતે અરજી ફોર્મ અને સોગંદનામાનો નમૂનો આપવા અને સ્વીકારવા માટે વ્યવસ્થા કરાયેલ છે. સાથોસાથ અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ http://www.rmc.gov.in/ પરથી પણ ડાઉનલોડ કરી શકશે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર બી.જી.પ્રજાપતિ અને સહાયક કમિશનર રવિન્દ્રસિંહ એન. ચુડાસમાએ આ અંગે સમગ્ર વ્યવસ્થા અને સંકલન ગોઠવેલ છે. મનપાએ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે નાયબ કમિશનરશ્રીને ડેઝીગ્નેટે કર્યા છે. અરજદારોએ આ અંગેની અરજી રજીસ્ટ્રારશ્રી, જન્મ-મરણ નોંધણી વિભાગ, રાજકોટ મહાનગરપાલિકાને સંબોધીને કરવાની રહેશે. RTE અંગેના ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૯ઓગસ્ટ હોવાથી આ બાબતે આવતી અરજીઓને અગ્રીમતા આપવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદાને નજર સમક્ષ રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોની સુગમતા માટે આવતીકાલે તા.૨૨ઓગસ્ટ ને શનિવારે તથા તા.૨૩ઓગસ્ટ ને રવિવારે જાહેર રાજાઓના દિવસોમાં પણ સેન્ટ્રલ ઝોન ખાતેનું સિટી સિવિક સેન્ટર ચાલુ રાખી અરજી ફોર્મ અને સોગંદનામાંનો નમૂનો આપવા અને સ્વીકારવા માટેની વ્યવસ્થા ગોઠવેલ છે.

નબળા અને વંચિત જૂથના બાળકો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે જે તે કેટેગરીના બાળકો પ્રવેશ માટે પ્રમાણપત્રો નિયત સમયમાં સરળતાથી મળી રહે તે માટે કુલ – ૧૩ કેટેગરી પૈકી ક્રમ – ૮ ની કેટેગરીમાં સંતાનમાં એક માત્ર દીકરી હોય તેને તે મતબલનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું થાય છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા કુટુંબોના બાળકો કે જેને સંતાનમાં માટે એક જ દીકરી હોય તેઓ અ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા હોય, તે સંબધી જરૂરી અરજી આધાર પુરાવા સહ મેળવવાની તેમજ ચકાસણી કરી નિયત પાત્રતાની ખરાઈ કરવાની કાર્યવાહી આરોગ્ય શાખાના સુપ્રિટેન્ડેન્ટ જન્મ-મરણ દ્વારા કરવામાં આવશે.ઙ્ગ

અરજદારે અરજી સાથે જરૂરી આધાર જેવાકે રેશન કાર્ડ, એડ્રેસ પ્રૂફ, બાળકનો જન્મ તારીખનો દાખલો તેમજ નિયત નમૂનામાં સોગંદનામું જોડવાના રહેશે.

(3:55 pm IST)