Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કોવિડ-૧૯ના ગાળામાં કયારેય હતાશ થશો નહિ : જીવન ભગવાનનો કિંમતી ઉપહાર છે : દરેક સમસ્યાનો ઉકેલ છે જ

ડિપ્રેશન થાય તો શું કરવું ને શું ન કરવું ? ડો. સમીર મન્સુરી દર્શાવે છે માર્ગ

અમદાવાદ તા. ૨૧ : છેલ્લા ઘણા સમય થી ચાલી રહેલા આ કોરોનાના સમય ગાળામાં સતત લોકોમાં ડર, ગભરાટ અને દરેક પળે જાણે જીવનથી હરિ જઇશુ કાંતો હરિ ગયા છીએ એવી માનસિકતા લઈને ચાલતા આપણે જોઈ રહ્યા છીએ અને અવાર નવાર લોકો ડિપ્રેશનમાં આવીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવા સમાચારો પણ જોવા મળતા હોય છે . આ સમયે પોતાના જીવનમાં શંુ કરવું, શંુ ના કરવું તેનો લોકોમાં સતત સવાલ ઉભો થાય છે. ત્યારે પોતાની જીવન ની કહાની સાથે લોકોમાં ૧ પ્રકાશ ફેલાવાના હેતુથી ડો. સમીરઙ્ગ મન્સૂરીઙ્ગ ઙ્ગજેઓને ગુજરાત સરકાર તરફથી 'ગુજરાતનું ગૌરવ' એવોર્ડ સી.એમ. શ્રી વિજયભાઈના હસ્તેઙ્ગ તેમજ હ્યુમન રાઈટ એવોર્ડ જે દિલ્હી હ્યુમન રાઈટ એસોસિએશન દ્વારાઙ્ગ નવાઝવામાં આવેલ છે. આ સાથે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ જે ઐશ્વર્યા રાય બચ્ચન ના હસ્તકે તેઓને મળેલ છે જેઓ આ સમયેઙ્ગ લોકોમાં પોતાની ફરજ અને કુદરતે આપેલી આવડત સાથેઙ્ગ પોઝિટિવિટી ફેલાવવા માટેની થી ૧ પહેલ ડિજિટલ પ્લેટફોર્મની મદદ કરી રહ્યા છે. અને તેઓના આ કાર્યમાં ડો. ગની કે. મનસુરી (કન્સલ્ટન્ટ આયુર્વેદિક ફિઝીશ્યન ભારત સરકાર દ્વારા જેઓ નિયુકત થયેલ છે અને જેઓ સી.સી.આઈ. એમ , ન્યુ દિલ્હીના મેમ્બર પૂર્વ)ઙ્ગ રહી ચૂકેલા છે તે પણ જોડાયેલ છે.ઙ્ગ

આ વિશે જણાવતાઙ્ગ ડો. સમીર મન્સૂરીઙ્ગ દ્વારા કહ્યું હતું કે, મેં મારૃં જીવન ખુબજ પરિશ્રમ સાથે જીવ્યું છે અને ઘણી મુશ્કેલીઓ વેઠીને હું અત્યારે આ પોઝિશન ઉપર આવ્યો છું ઘણી વાર હું પોતે રસ્તા પર, રેલવે સ્ટેશન પર ઊંઘી રહીને અને બીજી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરીને જીવનમાંઙ્ગ આગળ વધ્યો છું. ઘણા વર્ષો પહેલા મેં મારૂ જીવન હૈદ્રાબાદમાં એકયુપ્રેસરનું કામ કરીને શરૂ કર્યું છે અને આજે હું મારી આવડત અને પરિશ્રમ સાથે દુનિયામાં જાણીતા સેલિબ્રિટી જેવા કે જહોન અબ્રાહીમ, સુભાષ ઘાઈ, અસ્મિતા પટેલ, સલમાન ખાન, રિતિક રોશન માટે પણ કામ કરી રહ્યો છું. અને એટલા માટે અત્યારના ચાલી રહેલા આ પેન્ડેમિક સમય ગાળામાં લોકોને જીવન પ્રત્યેનો ડર અને ડિપ્રેશનઙ્ગદૂર કરી ૧ સાચી રાહ બતાવા માંગુ છું. જેના માટે હું કાઉન્સેલિંગઙ્ગ કરું છું અને અમદાવાદ, ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં પણ ઘણા લોકોના જીવન મેં બચાવ્યા છે અને હજુ વધારે પ્રયત્નો દ્વારા હું મારા આ કાર્ય ને સફળતા પૂર્વક આગળ વધારીશ.

આ માટે તેઓએ બ્લાઇંડડ્રીમ એનજીઓ અંતર્ગતઙ્ગ અંધઙ્ગ છોકરીઓ ને વરુણ ધવન અને તારક મેહતા ની ટિમ સાથે મળીનેઙ્ગ એકસેલ વર્લ્ડ ની પણ સફર કરાવી હતી. અને આ સાથે બ્યુટી એન્ડ ટેલેન્ટ પેજન્ટ 'પ્રિન્સેસ ઇન્ડિયા' નું પણ આયોજન સમગ્ર ઇન્ડિયા લેવલ પર કરવામાં આવ્યું હતું કે જેથી તેઓને ૧ પ્લેટફોર્મ મળી રહે અને પોતે અંધ હોવા છતાં પણ તેઓ માટે કશુજ જ અશકય નથી તેઓ એહસાસ ઉભો થાયઙ્ગ અને આ શોમાં સહકાર આપવા માટે જહોન અબ્રાહમ, સુભાષ ઘાઇ, ભાગ્યશ્રી, લૌરેન ગોટલીબ, અમ્ર્યા દસ્તુર, અમિત દૌલાવત, સતિષ કૌશિક વગેરે જેવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકો પણ જોડાયા હતા અને હવે તેઓઙ્ગ વિદેશી ગંતવ્યમાં 'પ્રિન્સેસ વર્લ્ડ' જે સૌ પ્રથમ દુબઇમાં રાખવા માટે રાખવા તરફ કામ કરી રહ્યા છે.

આઙ્ગ દરમિયાન તેઓએ ઉમેર્યું હતુંઙ્ગ કે, કયારેય હતાશ થશો નહીં. જીવન ભગવાન દ્વારા ખૂબ જ કિંમતી ઉપહાર છે. સમસ્યાઓ વિના જીવન અધૂરૃં છે. અને મારા પર વિશ્વાસ કરો કે હંમેશાં આ દરેક સમસ્યાઓનો ઉપાય અથવા વૈકલ્પિક માર્ગ હોય છે. વ્યકિતએ પોતાની જાત ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. દરેક સ્થિતિમાં પહોંચતા પહેલા હકીકતમાં સહાય માટે સંપર્ક કરવો જોઈએ. ડિપ્રેસનને તમે નિયંત્રિત કરવાની મંજૂરી આપવી જોઈએ નહિ, તેઓએ પરાજિત અવસ્થામાંથી ઘણાને મદદ કરી છે. આજે કોવીડ -૧૯ અવધિમાં, ઘણાં લોકો જુદા જુદા કારણોસર હતાશ છે અને ઘણા લોકો પોતાનું જીવન લઈ રહ્યા છે.

(3:56 pm IST)