Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ડિજીટલના માધ્યમથી વિકાસયાત્રા આગળ વધી રહી છે

અમદાવાદ મહાનગરપાલીકાના ૧૦૬ કરોડના વિવિધ વિકાસકામોનું વિજયભાઈના હસ્તે ઈ-લોકાર્પણઃ ૧૧૮૪ આવાસોનો કોમ્પ્યુટરરાઈઝ ડ્રોઃ લાભાર્થીઓ સાથે ટેલીફોનિક સંવાદ

રાજકોટ,તા.૨૧: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર ''જયાં માનવી ત્યાં સુવિધા'', ''વિવાદ નહીં સંવાદ'' અને ''લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ''ના મંત્ર સાથે આગળ વધી રહી છે. ગુજરાત સરકાર લોકો માટે રસ્તા, પીવાનું શુદ્ઘ પાણીનું, વીજળી, ગટર અને ઘરના ઘરનું સ્વપ્નુ પુરૂ કરવા આગળ વધી રહી છે. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે પણ કુલ રૂ. ૧૦૧૬ કરોડના પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. અમદાવાદને વિશ્વકક્ષાનું શહેર બનાવવા આપણે સૌ કટિબદ્ઘ થઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ભારત સરકારના નલ સે જલ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા આગામી સમયમાં બાકી રહેતા તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ઘ પાણી પહોંચાડવાનો નિર્ધાર કરે. મુખ્યમંત્રીશ્રી આ વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાને અભિનંદન આપતાં કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદે વિકાસની રફ્તાર અટકવા દીધી નથી. આપણે વિકાસ કામોને ફિઝિકલી નહીં તો ડિજિટલના માધ્યમથી આગળ વધારી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે હંમેશા આફતને અવસરમાં બદલી છે. આપણે કોરોના સામે જૂકીશું નહીં અને રોકાઇશું પણ નહીં, સાવચેતી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. રાજય સરકારના કોરોના સામે સદ્યન પ્રયાસોના પરિણામે આજે ગુજરાતમાં કોરોના દર્દીઓની રિકવરી રેટ ૭૬ ટકા છે. મૃત્યુદર ઘટીને ૨.૪ ટકા થયો છે. રાજય સરકારે સતત આરોગ્યલક્ષી પગલાં લઈને સંજીવની રથ, ધન્વંતરી રથ, ૧૦૪, ડોર ટૂ ડોર સર્વેલન્સ અને ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ દ્વારા આપણે કોવિડના સંક્રમણએ નિયંત્રીત કરી શકયા છીએ.

તેમણે કહ્યું હતું કે, ષ્ણ્બ્હ્ય્એ પણ વિડીયો કોન્ફરન્સ કરીને ગુજરાત સરકારે કોરોના સામે કરેલી કામગીરીની સરાહના કરી છે. આપણે સૌએ સ્વસ્થ શરીર માટે પર્સનલ હાઇજિનથી પબ્લિક હાઇજિનના પ્રયાસો કરવા પડશે. ગઈકાલે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણમાં ૧થી ૧૦માં અમદાવાદ સહીત ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. મહાત્મા ગાંધીએ પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના વિચારને લોકો સુધી પહોંચાડ્યો હતો. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વિચારને સમગ્ર ભારતમાં મૂર્તિમંત કરવા સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.

 અમદાવાદના સર્વાંગી વિકાસ માટે ૨૦૦ જેટલી વ્ભ્ મંજૂર કરી છે. ઞ્ઝ્રઘ્ય્જ્રાક્નત્નમાં ફેરફાર કરીને સ્કાયલાઇન બિલ્ડીંગો–ગગનચૂંબી ઇમારતો બનાવવા માટે અગાઉ જે ૨૨ માળની મંજૂરી તે વધારીને ૭૦ માળ કરવામાં આવી છે. પ્રજાને રાજય સરકાર પાસે માંગવા આવવું ન પડે આપણે સામેથી જ આપીએ છે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના તમામ લોકોને ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવા સૌને માથે છત ઉપલબ્ધ કરાવવા આપણે સતત આગળ વધીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આધુનિક સુવિધાયુકત મકાનો તૈયાર કરી રહ્યા છીએ.

જળ એ જીવન છે, પાણી એ જ વિકાસની પૂર્વ શરત છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નળ સે જળ યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી ૨જી ઓકટોબર, ૨૦૨૦ સુધીમાં પાંચ જિલ્લાઓના તમામ ઘરોમાં શુદ્ઘ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. ગુજરાતને વોટર સરપ્લસ રાજય બનાવવાના નિર્ધાર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ઇઝ ઓફ ડુઇંગની સાથે સાથે ઇઝ ઓફ લિવીંગ ઉપર ભાર મૂકવો પડશે. અમદાવાદે ૧૦૦ ટકા ગટરના પાણીને શુદ્ઘ કરીને તેનો ખેતી અને ઉદ્યોગોમાં પુનઃ ઉપયોગ કરવો જોઇએ. પર્યાવરણ ક્ષેત્રે બદલાવ લાવવા સોલીડ વેસ્ટ નિરાકરણમાં ઝડપ લાવવી પડશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, મેટ્રો, ગગનચૂંબી ઇમારતો, રિવરફ્રન્ટ, સાયન્સ સીટી દ્વારા અમદાવાદને હેરિટેજ સીટીની સાથે સાથે વિશ્વકક્ષાના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન અપાવવા કટિબદ્ઘ બનવું પડશે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સાબરમતી, પાલડી અને દાણીલીમડા વોર્ડના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ટેલીફોનિક સંવાદ યોજીને તેમને નવીન આવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ કુલ ૬૧ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરના પાંચ નવીન બ્રિજના નામકરણનું ઇ-તકતીનું પણ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૪ આવાસોનો કોમ્યુટરાઇઝ ડ્રો પણ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા અમદાવાદ ખાતે રૂ. ૯૫ કરોડના ખર્ચે હાઉસીંગ પ્રોજેકટ, રૂ. ૮૮ કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેકટ, રૂ. ૫૯ કરોડના ખર્ચે વોટર પ્રોજેકટ, રૂ. ૨ કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, સીનીયર સિટિઝન પાર્ક અને એએમટીએસ કન્સેશન ઓફિસ અને રૂ. ૧૨ કરોડના ખર્ચે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે વોટર બાઉઝર એમ કુલ રૂ. ૨૫૬ કરોડના કામોનું ઇ-લોકાર્પણ ઉપરાંત રૂ. ૩૭૪ કરોડના ખર્ચે તૈયાર થનાર હાઉસીંગ પ્રોજેકટ, રૂ. ૧૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ડ્રેનેજ પ્રોજેકટ, રૂ. ૮૨ કરોડના ખર્ચે તૈયાર થનાર વોટર પ્રોજેકટ, રૂ. ૧૬ કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજ પ્રોજેકટ, રૂ. ૩૪ કરોડના ખર્ચે તૈયાર થનાર રોડ પ્રોજેકટ, રૂ. ૧૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ એક્ષ્ટેન્શન તથા લાયબ્રેરી, રૂ. ૩૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ડ્રેનેજ નેટવર્ક, જીમ્નેશીયમ કમ વાંચનાલય તથા પાર્ટી પ્લોટ ડેવલપમેન્ટ, રૂ. ૩૭ના કરોડના ખર્ચે તૈયાર થનાર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રૂ. ૧૪ કરોડના ખર્ચે તૈયાર થનાર સોલીડ વેસ્ટ પ્રોજેકટ અને રૂ. ૪૫ કરોડના ખર્ચે ઔડાના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મહાનગરપાલિકા મેયર શ્રીમતી બિજલબેન પટેલે ગાંધીનગરથી સ્વાગત પ્રવચન કરેલ. રાજય ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરી વિકાસના અધિક મુખ્યસચિવશ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી એમ. કે. દાસ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી મુકેશ કુમાર વિ.પદાધીકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)