Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વડોદરા:યુવતીઓને નોકરીના બહાને સાઉથ આફ્રિકા બોલાવી અનૈતિક સંબંધો રાખનાર પતિનો પર્દાફાશ

વડોદરા:ભારતથી યુવતીઓને નોકરીના બહાને સાઉથ આફ્રિકા બોલાવી યુવતીઓ સાથે અનૈતિક સંબંધો રાખવાનો પતિના કારસ્તાનનો પર્દાફાશ કરનાર પત્નીને ત્રાસ આપી દહેજમાં રૃપિયાની માંગણી કરતા આખરે પત્નીએ પતિ સામે પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

ડભોઇમાં દશાલાડ વાડી પાસે રામ ટેકરી મહોલ્લામાં રહેતા હશનભાઇ મન્સૂરીની પુત્રી ઝાકિયાબાનુંના લગ્ન મૂળ બારડોલી તાલુકાનાં  કડોદ ગામના વતની પરંતુ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે લીનાસિયા ટાઉન ખાતે  રહેતા વસિમ ઉસ્માન મુલતાની સાથે સાઉથ આફ્રિકામાં જ વર્ષ-૨૦૧૩માં થયા હતાં. ૩૩ વર્ષની યુવતીએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે શરૃઆતનું એક વર્ષ સુખરૃપ થયા બાદ વર્ષ-૨૦૧૪માં જાણવા મળ્યું હતું કે પતિને સાઉથ આફ્રિકામાં અનેક સ્ત્રીઓ સાથે સંબંધ છે.

યુવતીએ આક્ષેપ કર્યા છે કે વિઝા કન્સલ્ટન્સીના બહાને સાઉથ આફ્રિકામાં પબ તેમજ બારમાં નોકરીની  લાલચ આપી ે ભારતથી છોકરીઓને બોલાવી આ છોકરીઓ સાથે અનૈતિક સંબંધો બાંધે છે તે બાબત મારા ધ્યાનમાં આવતા ઘેર પતિ સાથે ખૂબ ઝઘડા થતા હતાં, કેટલીક વખત પતિ મારઝૂડ પણ કરતો હતો અને તું તારા બાપને જ્યાં ભારત જતી રહે તેવી ધમકી આપતો હતો.

(5:40 pm IST)