Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વડોદરાના સમા વિસ્તારમાં દોઢ મહિનાથી પરેશાન કરનાર રોમિયોને પાઠ ભણાવવા યુવતીએ પોલીસનો સહારો લીધો

વડોદરા:શહેરના સમા વિસ્તારના શોરૃમમાં નોકરી કરતી  યુવતીને દોઢ મહિનાથી પજવતા રોમિયાને પાઠ ભણાવવા આખરે તેણે પોલીસની મદદ લીધી હતી.

૧૯ વર્ષીય યુવતીએ પોલીસને કહ્યું છે કે,પાંચ મહિના પહેલાં મારા પરિચયમાં આવેલા અરૃણ શીવસેન સૈન (રહે.આકાર રેસિડેન્સી, ભાયલી મૂળ રહે.યુપી)નું વર્તન યોગ્ય નહીં લાગતાં તેની સાથે વાત કરવાનું ટાળતી હતી.

પરંતુ અરૃણ સતત પીછો કરતો હતો અને તું મારી સાથે વાત કેમ કરતી નથી..તેમ કહી ધમકીઓ આપતો હતો અને ગાળો ભાંડતો હતો.ગઇ તા.૨૭મી જુલાઇએ તેણે તને છોડીશ નહીં તેવી ધમકી આપી હતી.

યુવતીએ જણાવ્યું છે કે,અરૃણ તા.૧૭મીએ સાંજે પણ મારી નોકરીના સ્થળે આવ્યો હતો.પરંતુ મારા અધિકારી હાજર હોવાથી ચાલ્યો ગયો હતો.બીજા દિવસે સાંજે ફરીથી તેણે ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.સમા પોલીસે અરૃણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)