Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વડોદરા:મક્કરપુરામાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બાબતે ઝઘડો થતા ચપ્પુથી જીવલેણ હુમલો

વડોદરા:મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બાબતે  ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કરી આરોપી ભાગી છૂટયા હતા. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મકરપુરા, પાર્થભૂમિક સોસાયટીમાં રહેતા હાર્દિક મનિષભાઈ સથારિયા (ઉ.વ.૨૦) ડ્રાઈવીંગ કામ કરે છે. ગઈકાલે હાર્દિક ઘર પાસે બેઠો હતો. તે સમયે રજનીશ ચૌધરી, ક્રીસ, સેમ તથા મનોજ ઉર્ફે કાંચો આવ્યા હતા. રજનીશે હાર્દિકને ગાળો બોલીને  ધમકાવતા કહ્યું હતું કે તું ટીના સામે કેમ બોલે છે? તારે ટીના સાથે બોલવું નહી. હાર્દિકે એવો જવાબ આપ્યો હતો કે ટીના મારી ફ્રેન્ડ છે.

ઉશ્કેરાયેલા રજનીશે ચપ્પુથી હાર્દિક પર હુમલો કરી પેટની  જમણી બાજુ ઈજા પહોંચાડી હતી. હાર્દિકે બૂમાબૂમ કરતા હાર્દિકનો ભાઈ પ્રેમ દોડી આવ્યો હતો. રજનીશે પ્રેમને માથામાં આંખની બાજુમાં તથા કોણી પર ઈજા પહોંચાડી હતી. ક્રિસે પણ ચપ્પુથી ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત હાર્દિક તથા તેના ભાઈ પ્રેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યા છે.

(5:41 pm IST)