Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સુરતના અડાજણમાં વધુ એક મંદિરને નિશાન બનાવી તસ્કરોએ દાનપેટીની ઉઠાંતરી કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત:શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ બે દિવસ અગાઉ અટલ આશ્રમમાં ચોરીનો કસબ અજમાવ્યા બાદ ગત રાત્રે અડાજણ એલ.પી. સવાણી સ્કુલ નજીક સોમેશ્વર મહાદેવ મંદિરને પણ નિશાન બનાવી બે દાન પેટી અને તાંબાના લોટા મળી રૂા. 2200ની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા.

શહેરના અડાજણ વિસ્તારમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ પાલ પાટિયા નજીક અટલ આશ્રમમાં ચપ્પુ સાથે ઘસી જઇ ચાર દાન પેટીની ચોરીનો કસબ અજમાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને તેના આધારે પોલીસે ચોરની શોધખોળ આદરી છે. પરંતુ હજી સુધી ચોર પોલીસના હાથમાં આવ્યા નથી ત્યાં વળી ચોર ટોળકીએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે. અડાજણ એલ.પી. સવાણી સ્કુલ નજીક સીએનજી સ્ટેશનની પાછળ આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે બારીની ગ્રીલ કાપી અંદર પ્રવેશી તાંબાના બે લોટા અને બે દાન પેટી તોડીને ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 

(5:42 pm IST)