Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કલોલના નાદરીના ખેતરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:પાંચ જુગારીઓની ધરપકડ

કલોલ:નાદરી ગામના ખેતરમાં એલસીબીએ દરોડો કરી જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લીધા હતા. ત્યારે તેરસાપરામાં પણ સ્થાનિક પોલીસે દરોડો કરી પાંચ જુગારીઓની ધરપકડ કરી હતી. રેલ્વે પૂર્વમાંથી પણ વરલીનો જુગાર રમાડતો શખ્સ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

કલોલના નાદરીગામમાં આવેલા કપાસના ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબીએ દરોડો કરી જુગાર રમતા રાજેશ ચીમનલાલ બારોટ રહે.નાદરી, રાજેશ ઉર્ફે રાજુ અમરાજી ઠાકોર રહે.આમજા, વિપુલ સુરેશભાઇ બારોટ રહે.નાદરી, અશોક કડવાજી ઠાકોર રહે.આમજા, હિરેન ભરતભાઇ બારોટ, રહે.નાદરીને રંગેહાથે રોકડ રૂપિયા ૧૮,૧૦૦ અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્યારે કલોલના તેરસાપરામાં આવેલા ઠાકોર વાસમાં પણ જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કરી જુગાર રમતા ઘનશ્યામ લક્ષ્મણભાઇ પટેલ રહે.નારદીપુર નગર કલોલ પુર્વ, શૈલેષ ગીરી લાલગીરી ગોસ્વામી રહે.ગોસાઇ કુંજ કલોલ પૂર્વ, સતીશ ઉર્ફે ટીનો વિજયભાઇ ગોસાઇ રહે.બનાસનગર કલોલ પુર્વ, બાબુ આદરભાઇ પટેલ રહે.કેશાવકૃપા સોસાયટી કલોલ પુર્વ, ડાહ્યાભાઇ ખીમજીભાઇ પટેલ રહે.કેશવકૃપા સોસાયટી કલોલ પૂર્વને રોકડ રૂપિયા ૧૩,૬૬૦ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ત્યારે કલોલ પૂર્વમાં બિવીએમ ફાટકની પાસે પણ વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કરી વરલીનો જુગાર રમાડતા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રો ચીનુભાઇ શાહ રહે.ભારત વિજય મીલની ચાલીને રોકડ રૂપિયા ૧૦,૬૫૦ અને જુગારના આંકડા લખેલા સાહિત્ય સાથે પકડી પાડી તેની સામે જુગારનો કેસ દાખલ કર્યો હતો.

(5:45 pm IST)