Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અમદાવાદ:હિંમતનગરના હડિયોલ રોડ પર પેટીએમ અપડેટ કરવાના બહાને ભેજાબાજે શખ્સના ખાતામાંથી 38 હજારની રકમ ચાઉં કરી લીધી

હિંમતનગર: શહેરના હડીયોલ રોડ પર આવેલ વેદાંત બંગ્લોઝમાં રહેતા એક રહીશને એક માસ અગાઉ મોબાઈલ પર અજાણ્યા શખ્સએ પેટીએમ અપડેટ કરવાના બહાને કેટલાક પુરાવા માંગી લીધા બાદ આ શખ્સે તબક્કાવાર હિંમતનગરના શખ્સના ખાતામાંથી અંદાજે રૂ.૩૮,૪૮૯ નો ઓનલાઈન ઉપાડ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી જેથી આ શખ્સ વિરૂધ્ધ બુધવારે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવાઈ હતી. આ અંગે વેદાંત બંગ્લોઝમાં રહેતા કલ્પેશકુમાર હિરાલાલ પટેલે ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૨૨ જુલાઈના રોજ સાંજના સુમારે એક અજાણ્યા શખ્સએ મોબાઈલ નં.૭૦૦૪૩૯૭૧૩૭ પરથી ફોન કરીને જણાવ્યુ હતું કે હું પેટીએમમાંથી બોલુ છુ અને તમારે પેટીએમનું અપડેટ કરવાનું કહી કેટલાક આધાર પુરાવા માંગી લીધા હતા.

ત્યારબાદ આ અજાણ્યા શખ્સએ કલ્પેશકુમાર પટેલના એકસીસ બેંકના ખાતામાંથી ક્રેડીટકાર્ડના આધારે તબક્કાવાર અંદાજે રૂ.૩૮,૪૮૯ નો ઓનલાઈન ઉપાડ કરી લીધો હતો. ત્યારબાદ આ અંગે કલ્પેશભાઈ પટેલને ખબર પડતા તેમણે અજાણ્યા શખ્સના મોબાઈલ નંબરને આધારે આ શખ્સ વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

(5:45 pm IST)