Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

મેઘરજ તાલુકાના વાસણામાં એક સાથે સાસુ-વહુના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ચકચાર

મેઘરજ:તાલુકાના વાસણા ગામે ૨૭ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા હતો બીજા દિવસે આ મહિલાના સાસુ સંક્રમણમાં આવતા સાસુનો પણ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એક જ ઘરમાં સાસુ- વહુ બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કસ્બા વિસ્તારમાં કોરોનાને લઈને ફફડાટનો માહોલ સર્જાયો છે. મેઘરજ તાલુકામાં કોરોના વાયરસના કુલ ૨૪ કેસ નોંધાયો છે અને સરકારી ચોપડે એકનું મોત નોંધાયું છે તેવામાં મેઘરજ તાલુકાના વાસણા ટેકરી વિસ્તારમાં એક ૫૭ વર્ષીય વૃદ્ધ મહિલા તેની વહુ કોરોના પોઝિટિવ હોઈ હોમ ક્વોરન્ટાઇન છે જેના સંક્રમણમાં આવી હતી જેથી સાસુનો બીજા દિવસે મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વાયરસનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો જેમાં મહિલાની સાસુને કોરોના પોઝિટિવ આવતા મેઘરજ આરોગ્ય ટીમે મહિલાને હોમ ક્વોરેન્ટાઇન કરાવી સારવાર શરૂ કરવામાં આવી હતી બે દિવસમાં એક જ ઘરમાં સાસુ વહુ કોરોના પોઝિટિવ આવતા વાસણા કસ્બા વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે.

(5:47 pm IST)