Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કડી તાલુકાના ઝુલાસણ ગામે રિટાયર્ડ આર્મી મેજરનો મોબાઈલ હેક કરી બે ગઠિયાએ 7.75 લાખની મતાની ઉચાપત કરી

કડી:તાલુકાના ઝુલાસણ ગામની સીમમાં એન્ટી ટેરીરીસ્ટ ઇક્યુપમેન્ટ ઉત્પાદન કરતી ફેટકરીના માલીક અને રીટાર્યડ આર્મી મેજરનો મોબાઇલ હેક કરી બે ગઠીયાઓએ તેમની ફેકટરની બેંક ખાતામાંથી સ્વાતંત્ર્ય દિવસે જ જુદા જુદા ૬ જેટલા ઓનલાઇન ટ્રાન્જેકશન કરી રૃ.૭.૮૫ લાખની રકમની ઉંઠાતરી કરી હતી. જેની જાણ થતાં સમગ્ર ઘટના અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેના આધારે પોલીસે અજીતસિંહ અને રમેશ વર્મા નામના બે શખ્સો સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી બન્ને પકડવા ચક્રો ગતિમાન ક્યા છે.

અમદાવાદના થલતેજમાં રહેતા અમીતાવા અરૃણોદય રાશબિહારી મિત્રા ઇન્ડીયન આર્મીમાં મેજર તરીકે નોકરી કરી સેવાનિવૃત થયા છે. ત્યારબાદ તેમણે કડીના ઝુલાસણ ગામની સીમમાં સ્વરાજ સીક્યુટેક નામની ફેકટરીમાં એન્ટી ટેરીરીસ્ટ ઇક્યુપમેન્ટ તેમજ ક્રેશ બીરીયર જેવા આર્ટીકલોનું ઉત્પાદન શરૃ ક્યું હતું. તેમજ ઓર્ડર મુજબ આર્મીન્યુકિલીયર પાવર સ્ટેશન અને મંદિરોમાં ચીજવસ્તુઓ પુરા પાડે છે. દરમિયાનરીટાયર્ડ મેજરના મોબાઇલમાં રહેલું સીમકાર્ડ ગત ૧૪ ઓગસ્ટના રોજ એકાએક બંધ થઇ ગયું હતું. જેની તપાસ મોબાઇલ કંપનીમાં કરતા તેમજ સીમકાર્ડની સર્વિસ અન્ય કાર્ડ ઉપર શરૃ કરવા રીકવેસ્ટ મળી હોવાનું માલુમ પડયું હતું. જોકે તેઓને શંકા જતાં ફેકટરીના અમદાવાદ ખાતેની બેંક ઓફ બરોડાની શાખામાં આવેલા ખાતામાં તપાસ કરાવી હતી. જેમાં અજીતસિંહ અને રમેશ વર્માએ જુદા જુદા સમયે ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરીને રૃ.૭.૮૫ લાખની રકમ ઉપાડી હોવાની ચોકાવનારી વિગતો ખુલી હતી. જેથી ફેકટરી માલીક અમીતાવા મિત્રાએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

(5:48 pm IST)