Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામે બોથર્ડ પદાર્થના ઘા જીકી નરાધમ પુત્રએ પિતાને મોતનેઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો

ભિલોડા:તાલુકાના બોલુન્દ્રા ગામે પુત્રએ બોથર્ડ પદાર્થ ના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી.પિતા દ્વારા માતાને માનસિક  શારિરીક ત્રાસ ગુજારાતો હતો.અને અવાર નવાર મારઝુડ કરાતા આખરે કંટાળી સગા દિકરા એ પોતાના પિતાનું ઢીમ ઢાળી દીધું હતું.આ અંગે ભિલોડા પોલીસને જાણ કરાતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.જયારે પુત્રએ પિતાની હત્યા કરતા આ પંથકમાં ચકચાર જગાવી હતી. ભિલોડાના બોલુન્દ્રા ગામના ધુળાભાઈ નાથાભાઈ તરાર(ઉ.વ.૫૮) કે જેઓ અવાર નવાર દારૃ પી ને આવી તેઓની પત્ની લીલાબેનને મારઝુડ કરતા હતા. અને શારિરીક માનસિક ત્રાસ આપી પરેશાન કરતા હતા.જેથી પુત્ર દિનેશભાઈ તરારે આ અંગે પિતાને ઠપકો કર્યો હતો.પરંતુ પિતા દ્વારા માતાને અસહ્ય ત્રાસ આપવાનું ચાલુ જ રહયું હતું.ત્યારે પુત્રએ કંટાળી જઈ તેની અદાવત રાખી તેના પિતા ધુળાભાઈ તરાર ને ઘાતક હથિયાર વડે કપાળમાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા.આ પુત્રએ પિતાને બોથર્ડ પદાર્થના ઘા મારી હત્યા કરાતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.જયારે આ ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. અને આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસનો કાફલો બોલુન્દ્રા ગામે દોડી આવ્યો હતો.અને બનાવ સ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.આમ પિતાના અસહ્ય ત્રાસથી સગા પુત્રએ હત્યા કરી પિતાને મોતને ઘાટ ઉતારી દેતાં હાહાકાર મચી ગયો હતો.આ અંગે ચંદુભાઈ નાથાભાઈ તરાર(રહે.બોલુન્દ્રાતા.ભિલોડા)નાઓએ આરોપી દિનેશભાઈ ધુળાભાઈ તરાર (રહે.બોલુન્દ્રા,તા.ભિલોડા)ના વિરૃધ્ધ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ઈપીકો કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:49 pm IST)