Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વિરમગામ પંથકના બહેનોએ કર્યુ કેવડા ત્રીજ વ્રત, શિવાલયમાં કર્યુ પુજન

કેવડા ત્રીજ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીના પુન: મિલનના પ્રતીક રૂપે મનાવવામાં આવે છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં બહેનોએ ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત કર્યુ હતુ અને શિવાલયમાં જઇને પુજન અર્ચન કર્યુ હતુ. બહેનો દ્વારા કેવડા ત્રીજના વ્રત નિમિત્તે ઉપવાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કેવડા ત્રીજ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીના પુન: મિલનના પ્રતીક રૂપે મનાવવામાં આવે છે. માતા પાર્વતીએ શંકર ભગવાનને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું હતુ તેવી માન્યતા છે. માતા પાર્વતીના તપને કારણે ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને આ દિવસે પાર્વતીજીને પોતાના પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતા. ભાદરવા માસની શુક્લ પક્ષની ત્રીજે કેવડા ત્રીજ મનાવવામાં આવે છે.

(6:11 pm IST)