Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સ્ટેપ અહેડ પોઝિટિવ મીડિયા દ્વારા બાળકોને ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવતા શીખવાડ્યું

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝના બાળકોએ બનાવ્યા માટીના ગણેશજી - ઇકો ફ્રેન્ડલી ગણેશજીની ઘરે સ્થાપના કરીને તુલસી ક્યારામાં જ વિસર્જન કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જાણીતા સ્ટેપ અહેડ પોઝિટિવ મીડિયા ગૃપ દ્વારા બાળકોને ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવતા શીખવાડવામાં આવ્યું હતું. વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝના બાળકોએ સ્ટેપ અહેડ પોઝિટીવ મિડીયાના વંદના નીલકંઠ વાસુકિયાના માર્ગદર્શન મુજબ માટીના ગણેશજી બનાવ્યા છે. સ્ટેપ અહેડ પોઝિટીવ મિડીયા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની ઘરે સ્થાપના કરીને બાળકોના ઘરના તુલસી ક્યારામાં જ વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને પર્યાવરણની જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી. વૈશ્વિક મહામારી covid-19થી બચવાના ઉપાયો પણ બાળકોને પાડવામાં આવ્યા હતા

(6:14 pm IST)