Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

નર્મદા જિલ્લાના કરજણ ડેમના 5 રેડિયલ ગેટ ખોલી 45 હજાર ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું

ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલને પાર : ૨,૪,૫,૬,૮ નંબર ના ૫ ગેટ 2.00 મીટર ખોલાયાં

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદી માં શુક્રવારે સાંજે 4 વાગે 45,300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
 આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમમાંથી પાંચ રેડિયલ ગેટ ખોલી 45,300 ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાયો છે જેથી કાંઠાના વિસ્તારોના ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે.
 હાલ કરજણ બંધ માં 30,800 ક્યુસેક જેટલી પાણી ની આવક છે આજે ડેમ નું રુલ લેવલ ૧૦૯.૪૫ મીટર છે. માટે રુલ લેવલ જાળવવા માટે ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ને ૪૫,૩૦૦ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૭૩.૩૭ % ભરાયો છે. ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૩૯૫.૩૩ મિલિયન કયુબિક મીટર  છે.

(6:36 pm IST)