Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

પશ્ચિમી ભાગમાં ભૂકંપનું જોખમ સૌથી વધારે : સર્વે

મહિનામાં શહેરમાં ભૂકંપના ૩ આંચકા અનુભવાયા : જોધપુર, સેટેલાઈટ, મેમનગર, થલતેજ જેવા વિસ્તારો ભૂકંપનું સૌથી વધારે જોખમ હોવાનો દાવો કરવામાં આવ્યો

અમદાવાદ, તા.૨૧ : સરકારે દુબઈ અને સિંગાપોરની જેમ ગુજરાતમાં પણ ૭૦ માળની ગગનચુંબી ઈમારતો બનાવવાની હાલમાં મંજૂરી આપી છે, ત્યારે એક વાત જાણવા જેવી છે અને તે છે કે, વર્ષના જૂનથી ૧૫ ઓગસ્ટની વચ્ચે અમદાવાદમાં ભૂકંપના ઓછામાં ઓછા ત્રણ આંચકા અનુભવાયા હતા. નીતિ વર્તમાન જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનમાં પ્રવેશ કરે તે પહેલા, ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીઝ્મોલોજીકલ રિસર્ચે અમદાવાદ શહેર માટે તૈયાર કરેલા ધરતીકંપ જોખમ નકશા પર ધ્યાન દોરવા જેવું છે. ૨૦૦૧માં ભૂકંપે સર્જેલા વિનાશ બાદ જીડીસીઆરની રચના કરવામાં આવી હતી. ઓક્ટોબર, ૨૦૧૯માં પ્રકાશિત થયેલા નક્શામાં અમદાવાદના કયા વિસ્તારોમાં બિલ્ડિંગો છે અને ભૂકંપ આવવાની સ્થિતિમાં અસુરક્ષિત છે તેની માહિતી આપવામાં આવી છે. તેમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જોધપુર ગામ, સેટેલાઈટ, મેમનગર અને થલતેજ જેવા વિસ્તારો ભૂકંપનું સૌથી વધારે જોખમ ધરાવતા ઝોનમાં આવે છે. વિસ્તારો મણિનગર, ઈસનપુર અને ઘોડાસર કરતાં વધુ જોખમકારક છે.

                 આઈએસઆરના નક્શા પ્રમાણે, પશ્ચિમ ભાગમાં આવેલું સોલા, ગોતા, સરખેજ તેમજ વાસણાનો ભાગ 'સુરક્ષિત' છે. જોખમી વિસ્તારોમાં આગળ નવરંગપુરા, ઉસ્માનપુરા, કેશવનનગર, બાપુનગર, રખિયાલ અને નારોલ ચોકડી આવે છે, જ્યારે ચાંદખેડા અને તેના આસપાસના વિસ્તારો સલામત અથવા મધ્ય ઝોન હેઠળ છે. રિસર્ચમાં સૂચવવામાં આવ્યું છે કે, સાબરમતી નદીના કિનારે રેતી અને પૂરના પાણીની સંગ્રહની હાજરી જોખમમાં વધારો કરે છે. 'અમદાવાદનો પશ્ચિમ ભાગ સૌથી વધુ સંકટ ધરાવે છે. ઉત્તર અને પૂર્વ ભાગમાં ધરતીકંપનું જોખમ મધ્યમ છે', તેવો દાવો સ્ટડીમાં કરવામાં આવ્યો હતો. જે આઈએસઆરના વિનય દ્વિવેદી, વાસુ પંચોલી, મદન રાઉત, પવન સિંહ, બી. સાઈરામ, સુમેર ચોપરા, પૂર્વ ડીજીઆઈએસઆર બી.કે. રસ્તોગી અને ધનબાદના આર.કે. દુબે દ્વારા કરવામાં આવી હતી.

(7:51 pm IST)