Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

મલ્ટિપ્લેક્સ બંધ હોવા છતાં ૫૦ હજાર રૂ.નો દંડ કરાયો

મચ્છરના બ્રિડિંગ મળી આવતા દંડ : વરસાદના ભરાયેલા પાણીની સાફ સફાઈ નહી કરવામાં આવી હોવાથી દેવી મલ્ટિપ્લેક્સને દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદ, તા.૨૧ : આજે વર્લ્ડ મોસ્કિટો ડે પર અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદના નિકોલમાં આવેલા શુકન ચાર રસ્તા પાસે પામ આર્કેડને મચ્છરના બ્રિડિંગ મળી આવતા ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વેપાર આર્કેડમાં આવેલી વિપુલ દુધિયાને પણ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંગે વેપારીઓ દ્વારા નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે કોમ્પ્લેક્સની દરેક દુકાનના લોકોની સરખી જવાબદારી છે પરંતુ તમામ લોકો છે તે એલર્ટ નથી રહેતા જેને કારણે પ્રકારની પરિસ્થિતિ ઉદભવે છે. જોકે અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનના મેલેરિયા વિભાગના અધિકારીઓ એકના બે થયા અને આખરે વિપુલ દુધિયાને પાંચ હજારનો દંડ જ્યારે માર્કેટ ૫૦૦૦૦ રૂપિયાનો મોટો ડંડ ફટકારવામાં આવ્યો સાથે આગામી સમયમાં ફરી બ્રિડિંગ મળ્યાં તો સીલ કરવા સુધીની કાર્યવાહી થશે તે અંગે પણ કહેવામાં આવ્યું. રોગચાળાના ભરડા વચ્ચે મેમનગર સ્થિત રુદ્ર આર્કેડમાં પણ મચ્છરના લારવા મળી આવ્યા હતા. રુદ્ર આરકેડમાં ૧૩થી વધુ હોસ્પિટલો કાર્યરત છે.

             જ્યાં બિલ્ડીંગના ધાબે  ડેન્ગ્યુ મચ્છરના લારવા મળી આવ્યા હતા. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે હોસ્પિટલના બિલ્ડીંગ   જોખમી બની રહ્યા હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકા દેવી મલ્ટિપ્લેક્સ પણ ૫૦૦૦ નો દંડ આપવામાં આવ્યો. મલ્ટિપ્લેક્સ બંધ હોવા છતાં વરસાદના ભરાયેલા પાણીની સાફ સફાઈના કરવામાં આવી હોવાથી દેવી મલ્ટિપ્લેક્સને દંડ આપવામાં આવ્યો. જો કે મચ્છર ના થાય તે માટે શું કરવું જોઈએ અંગે પણ અહી હેલ્થ વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

(7:54 pm IST)