Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ઉકાઈ ડેમમાંથી ૧.૯૦ લાખ ક્યુસેક પાણી છોડવા મંજૂરી

નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર : ઉકાઈમાંથી પાણી હાઈડ્રો ગેટ ખોલીને તેમજ કેનાલ દ્વારા પાણી છોડવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી

સુરત, તા.૨૧ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતના ૩૨ તાલુકાઓમાં એકંદરે એક ઈંચથી લઈને ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલોછલ વહી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાંથી તંત્ર દ્વારા લાખ ૯૦હજાર ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. જેની સામે અત્યારે લાખ ૭૬ હજાર ૬૩૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. શહેર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને તકેદારી રાખવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ૧૨ કલાકમાં સુરત શહેરમા એક ઇંચ અને  બારડોલીમાં ઇંચ વરસાદ પડયો છે. ઉકાઈ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ડેમમાં પાણીની આવક લાખ ૧૮ હજાર ૮૫૬ ક્યુસેક છે.

             ઉકાઈનું રૂ લેવલ ૩૩૫ ફૂટ છે. જેથી સપાટી જાળવી રાખવા ડેમમાંથી હાલ આવક સામે જાવક લાખ ૭૬ હજાર ૬૩૫ ક્યુસેક કરવામાં આવી છે. જેથી ઉકાઈની સપાટી ૩૩૩.૮૪ થઈ છે.ફ્લડ સેલ દ્વારા ઉકાઈ ડેમમાં પાણીની આવકને જોતા લાખ ૯૦ હજાર ક્યુસેક પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉકાઈમાં પાણીની આવક વધે તો લાખ ૯૦ હજાર ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે. ઉકાઈમાંથી પાણી હાઈડ્રો, ગેટ ખોલીને અને કેનાલ મારફતે છોડવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા તથા સુરતમહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા વિનંતી  કરવામાં આવી છે. તેમજ ઉપરવામાં મધ્ય વરસાદ પડતા હથનુર ડેમમાં પાણી આવક વધતા ડેમની સપાટી વધીને ૨૧૦.૧૫ મીટરે પહોચી છે. જેથી હથનુરડેમમાંથી ૩૫૬૨૦ કયુસેક પાણી ઉકાઇમાં છોડમાં આવ્યુ છે. આમ ઉકાઇમાંથી પાણી છોડવાની માત્રમાં વધારો કરતા તાપી નદી બે કાંઠે જાવા મળી રહી છે.

(7:54 pm IST)