Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

આજે પણ રાજ્યમાં કોરોના બેફામ : છેલ્લા ચોવીસ કલાકમાં નવા રેકોર્ડબ્રેક 1204 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો વધીને 84,466 થયો : વધુ 14 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2869 એ પહોચ્યો : રાજ્યમાં કોરોનાના રમખાણ વચ્ચે આજે વધુ રેકોર્ડબ્રેક 1324 દર્દીઓ સાજા થયા : અત્યાર સુધીમાં કુલ 67,277 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં અસમાનતાઓએ લોકોમાં ચર્ચા જગાવી

આજે પણ સુરતમાં સૌથી વધુ 251 કેસ, અમદાવાદમાં 179 કેસ, વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 97 કેસ, જામનગરમાં 77 કેસ, મોરબીમાં 20 કેસ, ભાવનગરમાં 27 કેસ, પંચમહાલમાં 44 કેસ, કચ્છ માં 38 કેસ, દાહોદમાં 28 કેસ, મહેસાણામાં 27 કેસ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1204 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 84,466 થઇ છે અને આજે વધુ 14 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2869 થયો છે તો બીજીતરફ આજે વધુ રેકોર્ડબ્રેક 1324 દર્દીઓ સાજા થતા કુલ 67,277 લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ 14320 એક્ટિવ કેસ છે જેમાં 14231 સ્ટેબલ છે અને 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં અસમાનતાઓએ લોકોમાં ચર્ચા જગાવી છે.

આજે નોંધાયેલા નવા 1204 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 169 કેસ છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 156 કેસ છે. આ સાથે સુરતમાં જિલ્લાના થઈને કુલ કેસ 251 થયા છે અને અમદાવાદ જિલ્લામાં 179 કેસ નોંધાયા છે.

(8:03 pm IST)