Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમદાવાદના સેટેલાઇટમાં પાન પાર્લરની આડમાં ડ્રગ્સનો કારોબાર : બે પેડલરને SOGએ ઝડપ્યા

બે પેડલર ડ્રગ્સના રવાડે ચઢ્યા બાદ ડ્રગ્સના નશાના ખર્ચ માટે ડ્રગ્સનું વેચાણ કરતા હતા : 5.71 લાખના ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સનો ગેરકાયદે વેપારના કિસ્સાઓમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં સેટેલાઇટમાં પાન પાર્લરની આડમાં ડ્રગ્સ નો ધંધો કરતા 2 ડ્રગ્સ પેડલરની SOGએ ધરપકડ કરી છે. આ બે પેડલર ડ્રગ્સના રવાડે ચઢ્યા બાદ ડ્રગ્સના નશાના ખર્ચ માટે ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જેમાં SOG એ 5.71 લાખના ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

 SOG એ ધરપકડ કરેલા આરોપી 31 વર્ષીય આરોપી પરબત બાબુભાઇ ઝાલા છે.. જે ગોકુલ આવાસ ઔડાના મકાનમાં રહે છે અને પાન પાર્લરની આડમાં ડ્રગ્સનું વેચાણ કરે છે..જ્યારે 24 વર્ષીય ઉશામા શાહિદ અહેમદ બક્ષી જુહાપુરાની હરિયાલી સોસાયટીમાં રહે છે અને નશીલા પદાર્થોની હેરાફેરી કરે છે.આ બંને આરોપીઓ પહેલા નશાનું સેવન કરતા હતા અને ત્યારબાદ ધીરે ધીરે તેઓ નશીલા પદાર્થોની હેરાફેરી ના કારોબારમાં જોડાઈ ગયા. જેમાંએક આરોપી પરબત ઝાલા ઇન્જેક્શનથી આ ડ્રગ્સ નું સેવન કરતો હતો.તેના હાથ પર ઇન્જેક્શનના નિશાન પણ છે

  એસઓજી ક્રાઇમ એ બંને આરોપીઓ પાસેથી 5.71 લાખના એમડી ડ્રગ્સ સહિત 6.96 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે ઉશામા બક્ષી એમડી ડ્રગ્સ સહિતના અલગ અલગ નશીલા પદાર્થો લાવીને પરબત ઝાલાને આપતો હતો. જ્યારે આરોપી પરબત ઝાલા સેટેલાઈટ ના ગોકુલ આવાસ ઓડાના મકાન ખાતે આવેલા પોતાના પાનના ગલ્લાની આડમાં એમડી ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતો

(9:58 pm IST)