Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાલથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુકું સત્ર મળશે :મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે

સત્ર માં સત્તા પક્ષ અને વિપક્ષ માટે લડાઈ, ઝગડા સાથે આક્ષેપો-પ્રતિ આક્ષેપો માટે નો છેલો મોકો

અમદાવાદ : ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સાથે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો માટે નું છેલ્લું વિધાનસભા સત્ર આવતીકાલથી બે દિવસ માટે મળશે, આ સત્ર માં સત્તા પક્ષ અને વિપક્ષ માટે લડાઈ, ઝગડા સાથે આક્ષેપો-પ્રતિ આક્ષેપો માટે નો છેલો મોકો રહશે, પરિણામે આ સત્ર માં બંને પક્ષો તનતોડ મહેનત કરી મતદારો ને રીઝવવા ના પ્રયાસો કરી શકે છે, આ બે દિવસ નું ટૂંકું સત્ર જોરદાર તોફાની બને તો નવાઈ નહીં

ગુજરાતની ૧૪ ની વિધાનસભા નું અંતિમ ચોમાસુ સત્ર આવતીકાલથી બે દિવસ માટે મળશે. આ બે દિવસના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીનો સમય ન હોવાથી કોંગ્રેસે સરકારને આડે હાથ લેવાનો નિર્ણય કરી ચૂકી છે. પ્રજાના પ્રશ્નોને સરકાર દ્રારા યોગ્ય સ્થાન આપવામાં નહીં આવતું હોવાનું આક્ષેપ કોંગ્રેસ દ્રારા કરવામાં આવ્યો છે, આ ઉપરાંત સરકાર અનેક મોરચે ઘેરાયેલી હોવાથી વિધાનસભાના બે દિવસના સત્ર દરમિયાન કોંગ્રેસ સરકારને અનેક મોરચે ઘેરવા તૈયાર થઈ છે. પરિણામે બે દિવસનો વિધાનસભાનું સત્ર તોફાની બની રહેશે.

આવતીકાલની પ્રથમ બેઠકમાં પૂર્વ વિધાનસભા સભ્યોના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.વિધાનસભા સત્ર ના મામલે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના દંડક દ્રારા વધારે  દિવસ માટે ચોમાસુ સત્ર બોલાવવાની માંગણી કરવામાં આવી હતી. આ સત્ર દરમિયાન ગુજસીટોકને ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ એડમેન્ટ એકટ લાવવામાં આવશે.ગુજરાત જીએસટી સુધારા વિધેયક ૨૦૨૨ .ગુજરાત મ્યુનિસિપાલિટી સુધારા વિધેયક ૨૦૨૨. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨. વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે .

આ ઉપરાંત ગત સત્ર દરમિયાન રખડતા ઢોર નિયંત્રણ વિધેયક મધરાતે પસાર કરવામાં આવ્યું હતું આ બિલને રાજ્યપાલે સરકારને પુન:વિચારણા માટે પરત મોકલતાઆ બિલ પણ વિધાનસભા સત્ર માં પરત ખેંચવામાં આવશે.

(10:36 pm IST)