Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

માલધારી સમાજના આંદોલનના નામે અસમાજિક તત્વો બેફામ:સુમુલ ડેરીની ગાડીઓમાં કરી તોડફોડ

દૂધના કેરેટ રસ્તા પર ફેંકી દેવાયા:ઘટનાની જાણ થતા પોલોસ ઘટના સ્થળે પહોંચી

સુરત : રાજ્યમાં હાલ માધારી સમાજનું આંદોલન ચાલે છે,માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે અને વિરોધમાં 21 તારીખે એક દિવસ દૂધ ન ભરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન માલધારી સમાજના આંદોલનના નામે અમુક અસમાજિક તત્વો  બેફામ બન્યા છે

માલધારી સમાજના આંદોલનના નામે સુરતની સુમુલ ડેરી બહાર કેટલાક અસામાજિક તત્વો ભેગા થયા હતા અને સુમુલ ડેરીની દૂધની ગાડી રોકી, ગાડીમાં રહેલા દૂધને લૂંટવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.  દૂધની ગાડીના કાચા તોડી નાખવામાં આવ્યા અને દૂધની થેલીઓ પણ ઉછાળવામાં આવી. દૂધના કેરેટ રસ્તા પર  ફેંકી દેવામાં આવ્યા. ઘટનાની જાણ થતા પોલોસ ઘટના સ્થળે પહોંચી હતી. 

બીજી બાજુ આવતીકાલે માલધારીઓ દ્વારા દુધના વેચાણ નહિ કરવાના નિર્ણય સામે લોકોમાં ચિંતા વ્યાપી છે. સુરતમાં દૂધની ખરીદી માટે લોકોની પડાપડી થઇ છે. સુરતના નાનપુરા,અડાજણ સહિત અને વિસ્તારો દૂધ માટે લાંબી લાઇન લાગી છે. 

તો સુમુલ ડેરીએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે લોકો ગેરમાર્ગે ન દોરાય, સુમુલ તરફથી દૂધની ડિલિવરી કરવામાં આવશે. લોકો સુધી દૂધની ડિલિવરી મળી રહે તે માટે સુમુલ ડેરી કટિબદ્ધ છે. 

(12:46 am IST)